Government Jobs: આટલી સરકારી નોકરીઓ પર અરજી પ્રક્રિયા શરૂ, એપ્લાય કરવાની છેલ્લી તારીખ નજીક, જાણો વિગત
Government Jobs 2024: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા હાલ સારો ચાન્સ છે. કારણ કે હાલ ટેકનિકલથી લઈને નોન-ટેકનિકલ સુધીની ઘણી બધી પરીક્ષાઓની અરજી પ્રક્રિયા ચાલી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પોલીસ, રેલવે, સ્ટાફ સિલેક્શન સહિતની વિવિધ ડીપાર્ટમેન્ટઓની ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે
ADVERTISEMENT
Government Jobs 2024: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા હાલ સારો ચાન્સ છે. કારણ કે હાલ ટેકનિકલથી લઈને નોન-ટેકનિકલ સુધીની ઘણી બધી પરીક્ષાઓની અરજી પ્રક્રિયા ચાલી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પોલીસ, રેલવે, સ્ટાફ સિલેક્શન સહિતની વિવિધ ડીપાર્ટમેન્ટઓની ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાઓની અંતિમ તારીખથી લઈને શૈક્ષણિક લાયકાત સુધીની તમામ માહિતીઓ મેળવીશું. તો ચાલો આપણે હાલમાં શરૂ તમામ સરકારી ભરતીની અરજી પ્રક્રિયાઓની માહિતી મેળવીશું.
1. ગુજરાત પોલીસમાં ભરતી
પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારને જાણવાનું કે હાલ પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તારીખ 4 એપ્રિલથી 30 એપ્રિલ 2024 ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે સમય આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા
ADVERTISEMENT
ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.
વધુ વાંચો:- ખાખીના ઉમેદવારો તૈયારી શરૂ કરી દો, પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર!
2. ગૌણ સેવા પસંદગી મંડળમાં ટેકનિકલ જગ્યાઓ પર અરજી પ્રક્રિયા શરૂ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા પ્રિન્ટિંગ પ્રેસમાં ટેકનિકલ પોસ્ટ માટે 154 જગ્યાઓ પર ભરતી શરૂ કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 30મી એપ્રિલ સુધી Ojas વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરાશે.
ADVERTISEMENT
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા?
ADVERTISEMENT
આસિસ્ટન્ટ બાઈન્ડર- 66
આસિસ્ટન્ટ મશીનમેન-70
કોપી હોલ્ડર- 10
પ્રોસેસ આસિસ્ટન્ટ-3
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર-5
Government Jobs: ગુજરાત સરકારમાં ટેકનિકલ પોસ્ટ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ
બે ભાગમાં લેવાશે પરીક્ષા
ભરતી માટેની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં તાર્કિક કસોટી, ડેટા ઈન્ટરપ્રિટેશન, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ સહિતના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. આ માટેનું પ્રશ્ન પત્ર 150 માર્ક્સનું રહેશે.
3. રેલવેમાં si અને કોન્સ્ટેબલના પદ પર ફૉર્મ ભરવાના શરૂ
રેલવે ભરતી બોર્ડ (RRBs) એ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે સુરક્ષા વિશેષ દળ (RPSF) માં સબ ઇન્સ્પેક્ટર (SI)અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અરજી પ્રક્રિયાની શરૂઆત 15 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવી છે અને અરજી કરવા માટેની છેલ્લી તારીખ 14 મે 2024 રાખવામાં આવી છે. તો રેલવેમાં કોન્સ્ટેબલના પદ પર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ્સ Indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવારો જ અરજી કરી શકે છે.
વય મર્યાદા
કોન્સ્ટેબલ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
RPF Recruitment: રેલવેમાં SI અને કોન્સ્ટેબલોની 4660 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ, જાણો ભરતી વિશે સંપૂર્ણ માહિતી
4. સ્ટાફ સિલેક્શનમાં 10 પર પર બમ્પર ભરતી
સ્ટાફ સિલેક્શન કમિશને સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર (CHSL) પરીક્ષા, 2024 માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. SSC CHSL 2024 સૂચના SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર ઉપલબ્ધ છે. સૂચના મુજબ, અરજીની પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ થઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 7 મી મે સુધી તેમનું SSC CHSL અરજી ફોર્મ સબમિટ કરી શકે છે. લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સચિવાલય મદદનીશ, પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે કુલ 3712 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. અરજી ફોર્મમાં સુધારા માટેની વિન્ડો 10 મેથી 11 મે સુધી ખુલશે.
વધુ વાંચો:- SSC CHSL 2024: 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં ભરતી, પગાર પણ શાનદાર; જુઓ SSC પરીક્ષા કેલેન્ડર
SSC CHSL Eligibility 2024: SSC CHSL પાત્રતા શું છે?
વય મર્યાદા: SSC CHSL ભરતી 2024 માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે, અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. આનો અર્થ એ થયો કે જે ઉમેદવારોનો જન્મ 02-08-1997 કરતાં પહેલાં થયો ન હતો અને 01-08-2006 પછીનો ન હતો તેઓ અરજી કરવા પાત્ર છે.
શૈક્ષણિક લાયકાત: વિભાગ/મંત્રાલયમાં ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) પોસ્ટ માટે, શૈક્ષણિક લાયકાત માટે માન્ય બોર્ડમાંથી ગણિત વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમાં 12મું વર્ગ પૂર્ણ કરવું જરૂરી છે. LDC/JSA અને DEO ગ્રેડ A પોસ્ટ માટે, માન્ય બોર્ડમાંથી 12મું વર્ગ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
ADVERTISEMENT