આરાધ્યા બચ્ચનની અરજી પર યૂટ્યૂબ-ગૂગલની બત્તી ગુલઃ હાઈકોર્ટની ફટકાર
સંજય શર્મા.નવી દિલ્હીઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનની અરજી પર યુટ્યુબ ખેંચ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે આરાધ્યાને રાહત આપી છે. હાઈકોર્ટે આરાધ્યાને લઈને વિવિધ યુટ્યુબ…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનની અરજી પર યુટ્યુબ ખેંચ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે આરાધ્યાને રાહત આપી છે. હાઈકોર્ટે આરાધ્યાને લઈને વિવિધ યુટ્યુબ પ્લેટફોર્મ પર ચાલતા ફેક ન્યૂઝને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ભવિષ્યમાં પણ આવા ફેક ન્યૂઝ શેર ન કરવા જોઈએ. કોર્ટે એક સપ્તાહમાં આદેશનું પાલન કરીને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને આ પ્રકારની વાંધાજનક સામગ્રીને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આવી 9 વેબસાઈટ અને અપલોડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
શેહઝાદ પૂનાવાલાના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું એ કોંગ્રેસની માનસિકતા બની ચુકી
આરાધ્યાના સ્વાસ્થ્ય વિશે સમાચારનો મામલો
કોર્ટે ગુગલ અને તમામ યુટ્યુબ પ્લેટફોર્મને સમન્સ પાઠવ્યું હતું. જેમને પિટિશનમાં પક્ષકાર બનાવવામાં આવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તેમણે આઈટી નિયમોમાં થયેલા સુધારા મુજબ તેમની નીતિમાં ફેરફાર કર્યો છે? જો હા તો શું? અને જો નહીં તો શા માટે? યૂટ્યૂબ વીડિયો સામે વાંધો વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે, દરેક બાળકને સન્માન અને ગરીમા સાથે જીવવાનો અધિકાર છે. આવા ફેક ન્યૂઝને રોકવાની જવાબદારી યુટ્યુબની છે. આરાધ્યાની અરજી પર, યુટ્યુબ પ્લેટફોર્મ સામે તેના સ્વાસ્થ્ય વિશે ખોટા સમાચાર ચલાવવાના કેસમાં, દિલ્હી હાઈકોર્ટે યુટ્યુબને ફેક ન્યૂઝ ફેલાવવા બદલ ઠપકો આપ્યો અને યુટ્યુબ પર ઘણા પ્રશ્નો ઊભા કર્યા.
ADVERTISEMENT
કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવ્યાં બાદ પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે, જાણો શું કહ્યું
હાઈકોર્ટના વેધક સવાલો અને ટિપ્પણીઓ
કોર્ટે પૂછ્યું કે ખોટા સમાચાર ન ચાલે તેની ખાતરી કરવા માટે તમારી પાસે આવી કોઈ નીતિ કેમ નથી?
શું તમે અપલોડ કરો છો તે દરેક વીડિયોમાંથી તમે લાભ નથી લઈ રહ્યા?
શું આવા કિસ્સાઓમાં YouTube ની કોઈ જવાબદારી નથી?
શું તમારે લોકોને ગેરમાર્ગે દોરતી સામગ્રી અપલોડ કરતા રોકવા ન જોઈએ?
હાઈકોર્ટે કહ્યું કે તમે એમ ન કહી શકો કે અમે તેમને પ્લેટફોર્મ આપી રહ્યા છો અને તે પ્લેટફોર્મ પર જે પ્રસારિત થશે તેના માટે તમે જવાબદાર નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT