PM Modi: 'કોઈને છોડવામાં નહીં આવે...', ભ્રષ્ટાચારીઓને PM Modi ની ખુલી ચેતવણી

Gujarat Tak

ADVERTISEMENT

parliamentary session
parliamentary session
social share
google news

parliamentary session 2024: રાજ્યસભામાં તેમના સંબોધન પીએમ મોદીએ ગઇકાલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભ્રષ્ટાચારીઓને આડે હાથ લીધા હતા. તેમણે વિપક્ષ સહિત દેશની તમામ જનતાને ચેતવણી આપતા કહ્યું કે, "કોઈ પણ ભ્રષ્ટાચારી કાયદાની પકડમાંથી બહાર નીકળી શકશે નહીં, આ મોદીની ગેરંટી છે..." તપાસ એજન્સીઓ પર લાગેલા આરોપો પર પીએમ મોદીએ વળતો જવાબ  આપ્યો હતો. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ એજન્સીઓનો દુરુપયોગ કરતી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન નેતાજી મુલાયમ સિંહ યાદવે 2013માં કહ્યું હતું કે કોંગ્રેસ સીબીઆઈનો ડર બતાવે છે અને ઈન્કમ ટેક્સનો દુરુપયોગ કરે છે. તેમણે અન્ય ઉદાહરણો આપીને પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પાંજરામાં બંધ પોપટ કહ્યા છે.

કોઈપણ ભ્રષ્ટાચારી કાયદાથી બચશે નહીં

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, હું ખચકાટ વગર કહેવા માંગુ છું કે મેં એજન્સીઓને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે છૂટો હાથ આપ્યો છે અને કહ્યું છે કે સરકાર ક્યાંય દખલ કરશે નહીં. તેઓએ ઈમાનદારી ખાતર ઈમાનદારીથી કામ કરવું જોઈએ. હું નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈપણ ભ્રષ્ટાચારી કાયદાથી બચશે નહીં. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસને આડે હાથ લેતાં વડા પ્રધાને કહ્યું કે, તે કોંગ્રેસ પાર્ટી હતી જેણે દારૂ કૌભાંડમાં સંડોવાયેલી AAP પાર્ટીને કોર્ટમાં લઈ ગઈ હતી. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને દારૂ કૌભાંડમાં AAP વિરુદ્ધ પુરાવા આપ્યા હતા. કોંગ્રેસે જણાવવું જોઈએ કે શું તે પ્રેસ કોન્ફરન્સ ખોટી હતી.

PM મોદીની ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત, રોહિત-દ્રવિડના હાથમાં સોંપી T20 વર્લ્ડકપની ટ્રોફી, જુઓ VIDEO

કોંગ્રેસ પર પીએમ મોદીનો પ્રહાર

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં ફરી એકવાર ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જે લોકો ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા કહે છે તેઓ બંધારણના સૌથી મોટા વિરોધી છે. તેમણે કહ્યું, આપણા દેશમાં બધું લેખિત પ્રોટોકોલમાં ગોઠવાય છે. પરંતુ પ્રોટોકોલમાં પરિવારને આપવામાં આવતી પ્રાથમિકતા કયા બંધારણની મર્યાદામાં હતી? આજે તેને જય બંધારણ કહેવામાં આવે છે. કયું બંધારણ હતું કે જ્યારે સાંસદે કેબિનેટના નિર્ણયને જાહેરમાં ફાડી નાખ્યો?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT