GAUTAM ADANI બાદ તેમના ભાઇ લપેટાયા, Forbes અનુસાર મોટાભાઇનો મોટો ગોટાળો છે

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : અદાણી ગ્રુપને એખ રિપોર્ટના કારણે 130 અબજ રૂપિયાનો ઝટકો લાગી ચુક્યો છે. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 71 અબજ ડોલરનો ભારે ઘટાડો થયો છે. જો કે તેમ છતા અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી. Hindenburg Research ના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ પર નવા આરોપ લાગ્યા છે. આ આરોપ ગૌતમ અદાણીના મોટા ભાઇ વિનોદ અદાણી પર લાગ્યા છે. વિનોદ અદાણી પર ફોર્બ્સના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, દેવા માટે ગ્રુપના પ્રમોટરની હિસ્સેદારી એક બેંકમાં ગિરવે મુકેલી છે.

પ્રમોટરના સ્ટેકને પણ બેંકમા મુકીને લોન લેવાઇ
પ્રમોટરના 24 કરોડ ડોલરના સ્ટેકને રશિયાની એક બેંકમાં ગિરવી મુકેલા છે. રસપ્રદ બાબત છે કે, ફોર્બ્સના આ રિપોર્ટમાં ગૌતમ અદાણીનું નામ 54 વખત આવ્યું છે. પ્રમોટરના 24 કરોડ ડોલરનો સ્ટેક રશિયાની એક બેંકમાં ગીરવે મુકેલો છે. રસપ્રદ બાબત છે કે, ફોર્બ્સના આ રિપોર્ટને હિન્ડનબર્ગ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં વિનોદ અદાણીનું નામ 151 વખત આવ્યું છે. જો કે વિનોદ અદાણી કોઇ પણ લિસ્ટેડ કંપનીમાં મેનેજેરિયલ પોઝિશન પર નથી.

ફોર્બ્સ અનુસાર વિદેશમાં રહેતા વિનોદ અદાણીનો ઇનડાયરેક્ટ કંટ્રોલ
ફોર્બ્સનો દાવો છે કે, વિદેશમાં રહેતા વિનોદ અદાણીની સિંગાપુરની કંપની Pinnacle Trade and Investment Pte પર ઇનડાયરેક્ટ કંટ્રોલ છે. આ કંપીએ 2020 માં રશિયાની સરકારી વીટીબી બેંક સાથે એક લોન એગ્રીમેન્ટ કર્યો હતો. એપ્રીલ 2021 સુધી કંપનીએ 26.3 કરોડ ડોલર ઉધાર લીધા હતા. કંપનીએ એક બેનામ સંબંધિત પાર્ટીને 25.8 કરોડ ડોલરની લોન દીધી હતી. Pinnacle એ બે રોકાણ ફંડ્સ એફ્રો એશઇાય ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને વર્લ્ડવાઇડ એમર્જિંગ માર્કેટ હોલ્ડિંગ લિમિટેડને દેવાની ગેરેન્ટી તરીકે રજુ કર્યું હતું.

ADVERTISEMENT

વિદેશી બેંકોની અદાણી ગ્રુપની ભાગીદારી પણ છે
સૌથી રસપ્રદ બાબત છે કે, આ બંન્ને કંપનીઓની અદાણી ગ્રુપમાં ખુબ જ મોટી હિસ્સેદારી છે. તેમની પાસે અધાણી ગ્રુપની ચાર કંપનીઓમાં આશરે 4 અબજ ડોલરની હિસ્સેદારી છે. તેમાં ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ, અદાણી પાવરનો સમાવેશ થાય છે. અધાણી એન્ટરપ્રાઇઝમાં તેની હિસ્સેદારીની કિંમત 16 ફેબ્રુઆરી 1.3 અબજ ડોલર, અદાણી પાવરમાં 1.2 અબજ ડોલર અદાણી પોર્ટ્સમાં 80 કરોડ ડોલર અને અદાણી ટ્રાન્સમિશનમાં 70 કરોડ ડોલર હતી. રિપોર્ટ અનુસાર કોઇ પણ ફંડને ગિરવી શેરનો ખુલાસો નથી કર્યો. હિંડનબર્ગે ફોર્બ્સના રિપોર્ટને ટ્વિટર પર શેર કરતા લખ્યું હતું કે, આ ફંડ્સે ભારતીય એક્સચેન્જને ગિરવે મુક્યા હોવાની કોઇ માહિતી આપી નથી.

વિનોદ અદાણી દેશના ટોચના સંપત્તીવાન લોકોમાંના એક
વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનવાન NRI છે. IIFL Wealth Hurun India Rich List 2022 ના અનુસાર ભારતના સંપત્તીવાન લોકોની યાદીમાં તેઓ છઠ્ઠા નંબર પર છે. 2021 માં તેઓ રોજ 102 કરોડ રૂપિયા કમાતા હતા. દુબઇના રહેવાસી વિનોદ અદાણી સિંગાપુર અને જકાર્તામાં ટ્રેડિંગ બિઝનેસને મેનેજ કરે છે. વર્ષ 2021 માં તેમની નેટવર્થમાં 28 ટકા એટલે કે 37,400 કરોડ રૂપિયાનો વધારો થયો. તે બે સ્થાનની છલાંગ સાથે ભારતમાં અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગયા. તેમની નેટવર્થમાં 850 ટકાની તેજી આવી છે. તેઓ 1,51,200 કરોડ વધીને 1,69,000 કરોડ રૂપિયા પહોંચી ચુકી છે. વિનોદભાઇના નામથી પ્રખ્યાત વિનોદ અદાણીએ 1976 માં મહારાષ્ટ્રના ભિવંડીમાં વીઆર ટેક્સટાઇલના નામથી પાવર લૂમ્સની સ્થાપના કરી. ત્યાર બાદ તેમણે સિંગાપુરમાં ઓફીસ ખોલીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના કારોબારનો વિસ્તાર કર્યો. વિનોદ અદાણી પહેલા સિંગાપુર ગયા અને પછી 1994 માં દુબઇમાં જ વસી ગયા હતા. દુબઇમાં તેમણે શુગર, ઓઇલ, એલ્યુમીનિયમ, કોપર અને આયરન સ્ક્રેપનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT