AAP ના દિગ્ગજ નેતાને જેલની સજા, 21 વર્ષે કોર્ટે ચુકાદો આપ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : સુલ્તાનપુરમાં બે દશક જુના વિજળી, પાણીના મુદ્દે થયેલા પ્રદર્શનમાં રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહ (SANJAY SINGH) સહિત સપાના પૂર્વ ધારાસભ્ય અનૂપ સંડા સહિત અન્ય 3 લોકોને સજા અને 1500 રૂપિયા દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. કોર્ટ પહોંચેલા રાજ્યસભા સાંસદે ભાજપ સરકારની અવ્યવસ્થા માટે આંદોલન માટે જવાબદાર ઠેરવ્યા છે.

સજાને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે
સજાની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001 માં 36 કલાક વિજળી પાણીની સમસ્યા મુદ્દે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને હાલના રાજ્યસભા સાંસદ સંજયસિંહે એક આંદોલન કર્યું હતું. તે સમયે તેમની સાથે પૂર્વ સપા ધારાસભ્ય અનુપ સંડા સહિત ભાજપના પૂર્વ નગર અધ્યક્ષ સુભાષ ચૌધરી, કોંગ્રેસ નેતા અને પૂર્વ સભાસદ કમલ શ્રીવાસ્ત, કોંગ્રેસ પ્રવક્તા રહેલા સંતોષ ચૌધરી, ભાજપના સભાસદ વિજય સેક્રેટરી પણ આંદોલનમાં જોડાયા હતા.

પોલીસ સ્ટેશન દ્વારા તમામ વિરુદ્ધ નામજોગ કેસ દાખલ થયો
નગર કોતવાલીમાં ધરણા પ્રદર્શન અને સરકારી કામમાં બાધા નાખવા સહિતના મુદ્દાઓ પર સ્થાનિક પોલીસે તમામ વિરુદ્ધ નામજોગ કેસ દાખલ કર્યો હતો. એમપી એમએલએ કોર્ટના જજ યોગેશ યાદવની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. 21 વર્ષ બાદ આ કોર્ટે સજાના મુદ્દાઓ પર રાજ્યસભા સાંસદ સંજયસિંહ, પૂર્વ ધારાસભ્ય સમાજવાદી પાર્ટી અનૂપસંડા સહિત 5 અન્ય લોકોને દોષીત ઠેરવીને સજા ફટકારી છે.

ADVERTISEMENT

MP-MLA કોર્ટ દ્વારા 3 મહિનાની સજા ફટકારવામાં આવી
આ કેસમાં જ્યાં રાજ્યસભા સાસદ સંજયસિંહને 3 મહિનાની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અન્ય કેસમાં એક માસની સજા 500 રૂપિયાનો દંડ કોર્ટે ફટકાર્યો છે. સજા દરમિયાન રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ હાજર રહ્યા હતા. તેમણે આ આંદોલનની પાછળ ભાજપ સરકારની વિજળી અવ્યવસ્થાને જવાબદાર ઠેરવી છે. તેઓ આ મુદ્દે હાઇકોર્ટમાં પડકારશે તેવું પણ જણાવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT