J-K: જવાનોની શહીદી પછી રાજૌરીમાં હલચલ તેજ, ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા આર્મી કમાંડર

ADVERTISEMENT

J-K: જવાનોની શહીદી પછી રાજૌરીમાં હલચલ તેજ, ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા આર્મી કમાંડર
J-K: જવાનોની શહીદી પછી રાજૌરીમાં હલચલ તેજ, ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા આર્મી કમાંડર
social share
google news

મંજીત નેગી/અભિષેક ભલ્લા. શ્રીનગરઃ આજે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શહીદ થયેલા પાંચ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજૌરીમાં આજે પણ આતંકવાદીઓ સામે સેનાનું ઓપરેશન ઓલ આઉટ ચાલુ છે, જ્યારે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જમ્મુ જવા રવાના થઈ ગયા છે. તેઓ રાજૌરીની પણ મુલાકાત લેશે અને પુંછ સેક્ટરમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.

કમાન્ડર સ્થળ પર હાજર
ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ઓપરેશનની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે જ્યાં સૈનિકોએ તેમને કહ્યું કે આતંકવાદીઓ સાથે અથડામણ કેવી રીતે શરૂ થઈ. દરમિયાન, આજે રાજૌરીમાં, એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળો દ્વારા એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે એક ઘાયલ થવાની સંભાવના છે. અત્યાર સુધી કરાયેલી જપ્તીમાં 1 એકે 56, 9 એમએમ પિસ્તોલ, 3 ગ્રેનેડ સહિત મોટી માત્રામાં મેગેઝીન અને દારૂગોળો મળી આવ્યો છે.

બનાસકાંઠામાં કરુણાતિકા: તળાવમાં ડૂબી રહ્યો હતો ભાઈ, બચાવવા પડેલી બહેનો પણ મૃત્યુ પામી

માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેળવવામાં આવી રહી છે. છેલ્લા 48 કલાકમાં બારામુલ્લામાં આતંકવાદીઓ સાથે આ બીજી અથડામણ છે. ગુરુવારે કરીરી વિસ્તારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

ADVERTISEMENT

પાંચ જવાનો શહીદ થયા
આ પહેલા શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. ઘાયલ જવાન હજુ પણ સારવાર હેઠળ છે. સુરક્ષાની દૃષ્ટિએ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. શહીદ થયેલા પાંચ સૈનિકોમાં બે હિમાચલ પ્રદેશના, એક-એક ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળના હતા.

આ વિસ્તારમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
3 મેના રોજ, રાજૌરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 5 મેના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે એક સર્ચ પાર્ટીને ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ગુફા ઢાળવાળી ખડકોમાં બનેલી છે. જ્યારે સેનાના જવાનો ત્યાં પહોંચ્યા અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેમણે બોમ્બ વિસ્ફોટ કર્યો.

ADVERTISEMENT

Neeraj Chopra Wins Doha Diamond league: નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયન એંડરસન પીટર્સને પછાડી મેળવી જીત

પૂંચમાં આતંકી હુમલો થયો હતો
થોડા અઠવાડિયા પહેલા, આતંકવાદીઓએ પૂંચમાં સેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં 5 જવાન શહીદ થયા હતા. પુંછ આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)એ આ પછી ફરી હુમલો કરવાની ધમકી આપી હતી. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ એ જૈશ-એ-મોહમ્મદનું સમર્થિત સંગઠન છે. કલમ 370 નાબૂદ કર્યા પછી, પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું.

ADVERTISEMENT

આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ
તમને જણાવી દઈએ કે હાલમાં ઘાટીમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 50ની આસપાસ છે. આ સિવાય ઘાટીમાં હાલમાં 20-24 વિદેશી આતંકીઓ છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, 30-35 આતંકવાદીઓ સ્થાનિક છે અને બાકીના વિદેશી આતંકવાદીઓ છે. DGP દિલબાગ સિંહે કહ્યું કે અમે આતંકની ઈકો સિસ્ટમને ચારે બાજુથી ઘેરી લીધી છે. ભલે તે પથ્થરબાજો પર કાર્યવાહી હોય કે અલગતાવાદીઓ પરની કાર્યવાહી હોય, ફાઇનાન્સરો પરની કાર્યવાહી હોય કે સરહદ પારથી ડ્રોન દ્વારા આવતા હથિયારો જપ્ત કરવાની હોય. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે. જ્યાં વર્ષ 2017 થી જ્યારે આતંકવાદીઓની સંખ્યા 350 હતી, હવે તેમની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT