પાકિસ્તાનમાં ભુખ બાદ હવે રોષ ફાટી નિકળ્યો: સમગ્ર દેશમાં આર્મી વિરુદ્ધ લોકોમાં ભારે રોષ
ઇસ્લામાબાદ : ઇમરાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા તેના સમર્થકો દિવસ દરમિયાન લાહોર કેન્ટ પાસે એકત્ર થવા લાગ્યા. આ પછી લાહોર કેન્ટ સ્થિત કોર્પ્સ કમાન્ડર હાઉસમાં મોટી…
ADVERTISEMENT
ઇસ્લામાબાદ : ઇમરાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા તેના સમર્થકો દિવસ દરમિયાન લાહોર કેન્ટ પાસે એકત્ર થવા લાગ્યા. આ પછી લાહોર કેન્ટ સ્થિત કોર્પ્સ કમાન્ડર હાઉસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ સેના વિરુદ્ધ બળવો શરૂ કર્યો છે. ધરપકડના વિરોધમાં કેટલાક પ્રદર્શનકારીઓ પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા. તેઓએ હેડક્વાર્ટરનો ગેટ તોડી અંદર તોડફોડ કરી હતી. આ સિવાય ઈમરાનના સમર્થકો એક કમાન્ડરના ઘરમાં પણ ઘૂસી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનની મંગળવારે અર્ધલશ્કરી દળોએ ધરપકડ કરી હતી. જ્યારે તેઓ ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર હતા. એક દિવસ પહેલા ખાને દેશની સેના પર કથિત રીતે તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
ઇમરાનની ધરપકડે સેના વિરુદ્ધના રોષમાં પેટ્રોલનું કામ કર્યું
ઇમરાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા તેના સમર્થકો દિવસ દરમિયાન લાહોર કેન્ટ પાસે ભેગા થવા લાગ્યા. આ પછી લાહોર કેન્ટ સ્થિત કોર્પ્સ કમાન્ડર હાઉસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. તેઓએ ત્યાં લગાવેલા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ડોનના અહેવાલ મુજબ, લાહોરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક આર્મી ઓફિસરના ઘરે પીટીઆઈ સમર્થકો ઘૂસી ગયા હોવાના અહેવાલ છે. પત્રકાર મુર્તઝા અલી શાહે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, PTI સમર્થકો લાહોર કેન્ટમાં આર્મી ઓફિસરના ઘરે ઘૂસી ગયા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે.
લોકોએ આર્મી મુખ્યાલય અને અનેક અધિકારીઓના ઘરમાં તોડફોડ કરી
વીડિયોમાં દેખાતા લોકોએ તેમના ચહેરા પણ આંશિક રીતે ઢાંકેલા છે. તેઓ ગેટ તોડી અંદર પ્રવેશતા જોવા મળે છે. કેમ્પસમાં આર્મી યુનિફોર્મમાં લોકો પણ જોવા મળે છે. ઈમરાનની ધરપકડને લઈને સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના પીટીઆઈ કાર્યકર્તાઓ પ્રાંતીય પક્ષ પ્રમુખ ડૉ. મુહમ્મદ ઈકબાલની આગેવાની હેઠળ ઈમરાનની ધરપકડના વિરોધમાં લક્કી મારવત જિલ્લાની શેરીઓ પર એકઠા થયા હતા. પીટીઆઈના સમર્થકોએ ટાયરો સળગાવીને ઈન્ડસ હાઈવે બ્લોક કર્યો હતો.
ADVERTISEMENT
ઈમરાન સમર્થકોએ રાવલપિંડી આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો
લાહોર ઉપરાંત ઈમરાન સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો છે. સમર્થકોનું કહેવું છે કે ઇમરાનની મુક્તિ સુધી તેઓ ક્યાંય જશે નહીં. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સેનાએ એક દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો કે ખાન ગુપ્તચર એજન્સી ISIના એક વરિષ્ઠ અધિકારી પર પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વરિષ્ઠ નેતા શિરીન મજારીના જણાવ્યા અનુસાર, પાર્ટી અધ્યક્ષ ખાન, જે લાહોરથી સંઘીય રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા, તેઓ કોર્ટમાં બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રેન્જર્સે કાચની બારી તોડી નાખી અને ગોળીબાર કર્યો. વકીલો અને ખાન. સુરક્ષા કર્મચારીઓને માર માર્યા બાદ તેની (ખાન) ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT