‘એક સિદ્ધૂ મરાવી નાખ્યો, બીજો પણ મરવા દો…’ જેલથી બહાર આવતા જ વરસ્યા, રાહુલને કહ્યા ‘ક્રાંતિ’

ADVERTISEMENT

gujarattak
social share
google news

સતેંદર ચૌહાણ.પટિયાલાઃ 35 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સજા કાપીને જેલમાંથી બહાર આવેલા નવજોત સિંહ સિદ્ધુએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા સિદ્ધુએ કહ્યું કે, લોકશાહી નામની કોઈ વસ્તુ બાકી નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સિદ્ધુએ સરકારને પડકાર ફેંક્યો કે જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા થઈ જશો.

‘સરમુખત્યારશાહી સામેની ક્રાંતિ રાહુલ ગાંધી’
આ સાથે જ સિદ્ધુએ રાહુલ ગાંધીને ક્રાંતિ ગણાવી હતી. તેમણે કહ્યું, દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી, ત્યારે ક્રાંતિ આવી છે. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, તે ક્રાંતિનું નામ રાહુલ ગાંધી છે. તે સરકારને હચમચાવી નાખશે. આ સિવાય નવજોત સિદ્ધુએ આરોપ લગાવ્યો કે જેલમાં મારી સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મને બપોરના સુમારે છોડાવવાનો હતો પરંતુ તેઓએ તેમાં વિલંબ કર્યો. તેઓ ઇચ્છતા હતા કે મીડિયાના લોકો ત્યાંથી નીકળી જાય.

‘એક સિદ્ધુ માર્યો ગયો…’
નવજોત સિંહ સિદ્ધુએ રાજ્ય સરકાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભગવંત માન અખબારી મુખ્યમંત્રી તરીકે બની રહ્યા છે. પંજાબમાં નેતાઓની સુરક્ષા ઘટાડવાના મુદ્દે નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, મારી સુરક્ષા પણ ઓછી કરવામાં આવી છે. એક સિદ્ધુ (સિધુ મૂસેવાલા) માર્યો ગયો છે, બીજાને પણ મારવી નાખો.

ADVERTISEMENT

‘હું મૃત્યુથી ડરતો નથી’
સિદ્ધુએ કહ્યું, હું બંધારણને મારી પુસ્તક માનું છું, સરમુખત્યારશાહી થઈ રહી છે. જે સંસ્થાઓ બંધારણની તાકાત હતી, આજે તે સંસ્થાઓ ગુલામ બની ગઈ છે. હું ગભરાતો નથી, હું મૃત્યુથી ડરતો નથી કારણ કે હું જે પણ કરું છું તે પંજાબની આગામી પેઢી માટે કરી રહ્યો છું. જણાવી દઈએ કે શનિવારે સાંજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ 10 મહિના પછી જેલમાંથી મુક્ત થયા હતા. ગયા વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ તેમના સારા વર્તનને કારણે બે મહિના પહેલા જ મુક્ત થઈ ગયા છે.

સિદ્ધુની અકાળે મુક્તિ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને તેમની સજાના બે મહિના પહેલા જ મુક્ત કરવામાં આવ્યા છે. તેમના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે પંજાબ જેલના નિયમો અનુસાર, જો કેદીનું વર્તન સારું હોય તો તેને સમય પહેલા જ મુક્ત કરી શકાય છે. આ નિયમ અનુસાર, જો કેદીનો વ્યવહાર સારો હોય તો તેની સજા દર મહિને 5 થી 7 દિવસ ઓછી થાય છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ આના આધારે સમય પહેલા જ છૂટી ગયો હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

35 વર્ષ જૂના કેસમાં સજા થઈ
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તે છેલ્લા 10 મહિનાથી જેલમાં હતા. તેમને આજે મુક્ત કરવામાં આવ્યા હતા. આવો તમને જણાવીએ કે એવો કયો કેસ છે કે જેમાં તેમને સજા થઈ હતી. હકીકતમાં, 27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટ પહોંચ્યા હતા. આ માર્કેટમાં તેની કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે બોલાચાલી થઈ હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

ઈરાદા વગર હત્યા મામલે સજા
સિદ્ધુએ ઘૂંટણિયેથી મારીને ગુરનામ સિંહને પાડી દીધા હતા. જે બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ આવ્યો કે ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. તે જ દિવસે સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મામલો નીચલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
આ પછી સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી થઈ. 1999માં સેશન્સ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને ડિસેમ્બર 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને 1 લાખ રૂપિયાના દંડની સાથે 3-3 વર્ષની જેલની સજા ફટકારી. મે 2018 માં, પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રોડ રેજ કેસમાં સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી. ત્યારબાદ આ સજાની જાહેરાતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

આ કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે સિદ્ધુ અને સંધુને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. જોકે, રોડ રેજ કેસમાં કોર્ટે સિદ્ધુ પર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પછી સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT