કિરણ ખેર બાદ પૂજા ભટ્ટ પણ કોરોનાના સકંજામાં, ટ્વિટ કરી આપી માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓ બાદ હવે કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. અભિનેત્રી કિરણ ખેર થોડા દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. હવે ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બોલીવુડની જાણીતી અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે. તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરી. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લોકોને અપીલ કરી હતી કે, જે પણ તેમના સંપર્કમાં આવ્યા છે તેમણે તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

પૂજા ભટ્ટે તેના ટ્વિટર એકાઉન્ટ પટ ટ્વિટ કરતાં કહ્યું કે તેને કોરોના સંક્રમિત છે. ‘3 વર્ષ પછી હું પહેલીવાર પોઝિટિવ જોવા મળી છું. તમે બધા માસ્ક પહેરો. કોરોના હજુ પણ આસપાસ છે અને સંપૂર્ણ રસીકરણ છતાં તમારા સુધી પહોંચી શકે છે. આશા છે કે હું જલ્દી પછી આવીશ’.

ADVERTISEMENT

પૂજા ભટ્ટ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની મોટી દીકરી છે. પૂજા ભટ્ટે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી છેલ્લે ચુપ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. પૂજા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરેક મુદ્દા પર પોતાની વાત મુકટપને શેર કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT