‘દૂર્ઘટના વિચલિત કરી દેનારી છે, દોષિતોને છોડવામાં નહીં આવે’- બાલાસોરમાં બોલ્યા PM મોદી- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

બાલાસોરઃ ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી અને તેમની સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ ઘટનામાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં અને તેમને સખત સજા આપવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી પણ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. જણાવી દઈએ કે, આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.

મીડિયાને પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, ‘આ ખૂબ જ દુઃખદ અને પરેશાન કરનારી ઘટના છે, મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નથી, ભગવાન બધાને શક્તિ આપે જેથી તેઓ દુઃખની ઘડીમાંથી બહાર નીકળી શકે. પીએમએ કહ્યું, ‘દુઃખની આ ઘડીમાં સરકાર મૃતકોના પરિવારની સાથે છે.’ તેમણે કહ્યું કે અકસ્માત માટે જવાબદારોને છોડવામાં આવશે નહીં અને તેમને સખત સજા આપવામાં આવશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રેલવેએ બચાવ કામગીરી અને રેલ કામગીરી ફરી શરૂ કરવા માટે તેની તમામ શક્તિ લગાવી દીધી છે. અમે અમારી વ્યવસ્થાઓને વધુ પ્રાધાન્ય આપીને આગળ વધીશું.

ADVERTISEMENT

પીએમ મોદીએ મંત્રીને સ્થળ પરથી બોલાવ્યા
આ પહેલા અકસ્માતના સ્થળે પીએમ મોદીએ ચાલી રહેલા રાહત કાર્યની સમીક્ષા કરી હતી અને આ દરમિયાન તેમણે એક થઈને કામ કરવા જણાવ્યું હતું. PM મોદી પણ સ્થળ પરથી મોબાઈલ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા, PMએ ફોન પર કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે સીધી વાત કરી હતી. તેમણે અધિકારીઓને લોકોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. પીએમ મોદીએ અધિકારીઓને ઘાયલો અને તેમના પરિવારોને તમામ જરૂરી મદદ આપવાનો આદેશ આપ્યો છે. અકસ્માતનો સંયુક્ત તપાસ અહેવાલ સામે આવ્યો છે, જેમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.

250થી વધુ મુસાફરોના મોત થયા
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 250 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ સિગ્નલની સમસ્યાને કારણે પાટા પરથી ઉતરી ગઈ અને માલસામાનની ટ્રેન સાથે અથડાઈ ત્યારે માલસામાન ટ્રેન લૂપ લાઇન પર ઊભી હતી. આ ભીષણ અથડામણ બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT