PM Modi US Visit: ‘વ્હાઈટ હાઉસમાં મારું સ્વાગત, 140 કરોડ ભારતીયોનું સમ્માન’- બોલ્યા નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનના પ્રવાસ પર છે અને હાલ તેઓ વૉશિંગટન ડીસીમાં છે. આજે ગુરુવારે તેઓના પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી વ્હાઈટ…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનના પ્રવાસ પર છે અને હાલ તેઓ વૉશિંગટન ડીસીમાં છે. આજે ગુરુવારે તેઓના પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા અને અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે તે પહેલા વડાપ્રધાન અમેરિકા પહોંચવા પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પણ તેમનું સ્વાગત થયું હતું.
મોદીએ જો બાયડનની પત્નીને ભેટમાં આપેલો લેબ ડાયમંડ સુરતની ફેક્ટરીમાં આવી રીતે બને છે
મને સમ્માનનો અનુભવ થયોઃ બાયડેન
દરમિયાન રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મોદીએ અમેરિકી કેબિનેટ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ 21મી સદીમાં સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક છે. મોદીનું વ્હાઈટ હાઉસમાં ફરીવાર સ્વાગત કરું છું. હું અહીં રાજકીય યાત્રા પર તમારી મેજબાની કરનારો પહેલો વ્યક્તિ બનીને સમ્માનિત અનુભવ કરી રહ્યો છું.
Speaking at the White House. https://t.co/qrAuu1wlnj
— Narendra Modi (@narendramodi) June 22, 2023
ADVERTISEMENT
ત્રણ દાયકા પહેલા અમેરિકા આવ્યો હતોઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૌથી પહેલા હું રાષ્ટ્રપતિ જો બાયડનના સ્વાગત માટે તેમનું હૃદયથી ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ બાયડન, દોસ્તી કરવા બદલ થેન્ક્યુ. આજે વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત 140 કરોડ ભારતીયોનું સમ્માન છે. આ સમ્માન માટે હું રાષ્ટ્રપતિ બાયડન અને જિલ બાયડનનો હૃદયથી આભારી છું. ત્રણ દાયકા પહેલા સાધારણ નાગરિક તરીકે અમેરિકા આવ્યો, વ્હાઈટ હાઉસને ત્યારે ફક્ત બહારથી જોયું હતું. હવે પહેલી વખત જ્યારે વ્હાઈટ હાઉસના દરવાજા આટલી મોટી સંખ્યામાં ભારતીય અમેરિકીઓ માટે ખુલી ગયા છે. મને વિશ્વાસ છે કે આપણી વાતચીત હંમેશાની જેમ સકારાત્મક અને ઉપયોગી રહેશે. આપણે બંને દેશો પોતાની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. આપણે બંને જ સર્વજન હિતાય, સર્વજન સુખાયના મૂળ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીએ છીએ.
ADVERTISEMENT