એમેઝોનના જંગલમાં પ્લેન ક્રેશ પછી 40 દિવસ બાદ પણ જીવિત મળ્યા 4 નાના ભુલકાઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોગોટાઃ કોલંબિયામાં 40 દિવસ પહેલા વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ચાર બાળકો એમેઝોનના જંગલમાંથી સુરક્ષિત મળી આવ્યા છે. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ શનિવારે આ માહિતી આપી હતી. ક્યુબાથી બોગોટા પરત ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા પેટ્રોએ કહ્યું કે ગુમ થયેલા બાળકો માટે મોટાપાયે સર્ચ ઓપરેશન પૂરું થઈ ગયું છે. તેમણે કહ્યું કે બચાવકર્તાઓ 40 દિવસની મહેનત પછી બાળકોને શોધી શક્યા છે અને આ બાળકો હવે તબીબી નિરીક્ષણ હેઠળ છે. પેટ્રો બળવાખોર નેશનલ લિબરેશન આર્મીના પ્રતિનિધિઓ સાથે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવા ક્યુબા ગયા હતા.

તેઓ ઈતિહાસના પાને નોંધાશે
તેમણે કહ્યું કે આ બાળકોનું ‘આટલી વિકટ પરિસ્થિતિમાં પણ 40 દિવસ સુધી જીવવું કોઈ ચમત્કારથી ઓછું નથી’ અને તેમની કહાની ‘ઈતિહાસના પાનામાં નોંધવામાં આવશે’. જો કે પેટ્રોએ આટલા લાંબા સમય સુધી આ બાળકો પોતાના દમ પર કેવી રીતે જીવ્યા તે અંગે કોઈ માહિતી આપી નથી. સિંગલ-એન્જિન સેસના વિમાનમાં સવાર છ મુસાફરોમાં ચાર બાળકો હતા, જે 1 મેના રોજ એન્જિનની સમસ્યાને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો અને સરકારે મુસાફરોને બચાવવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બચાવકર્તાઓને 16 મેના રોજ સર્ચ ઓપરેશન દરમિયાન એમેઝોનના ગાઢ જંગલોમાં પ્લેનનો કાટમાળ મળ્યો હતો.

ધારાસભ્યના દીયરની ફોર્ચ્યૂનરે મારી ટક્કર, 100 ફૂટ ફેંકાયો એન્જિનિયર, પત્ની સહિત ગુમાવ્યો જીવ

આદિવાસી સમુદાયોએ મદદ કરી
વિમાનના પાઇલટ અને બે પુખ્ત મુસાફરોના મૃતદેહ પણ કાટમાળમાંથી મળી આવ્યા હતા, પરંતુ વિમાનમાં સવાર ચાર બાળકોનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ, કોલંબિયાની સેનાએ 4, 9, 11 અને 13 વર્ષના બાળકોને શોધવા માટે 150 સૈનિકોને સ્નિફર ડોગ્સ સાથે જંગલમાં મોકલ્યા. આદિવાસી સમુદાયના ડઝનબંધ સભ્યોએ પણ સર્ચ ઓપરેશનમાં સહકાર આપ્યો હતો. શુક્રવારે સેનાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં ધાબળામાં લપેટી આ બાળકો સૈનિકો અને આદિવાસી સ્વયંસેવકો સાથે જોવા મળે છે. એક તસવીરમાં એક સૈનિક આમાંથી સૌથી નાના બાળકોને બોટલ ખવડાવતો જોવા મળે છે.

ADVERTISEMENT

સેનાએ ફૂડ પેકેટો જંગલમાં ફેંકી દીધા
બાદમાં, વાયુસેનાએ એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં સૈનિકો બાળકોને હેલિકોપ્ટરમાં લોડ કરતા જોવા મળે છે. જેમાં લખ્યું હતું કે હેલિકોપ્ટર બાળકો સાથે સેન જોસ ડેલ ગુવિયર માટે રવાના થયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સેના આ બાળકોને ખવડાવી શકશે અને જીવી શકશે તેવી આશાએ જંગલમાં અલગ-અલગ સ્થળોએ ફૂડ પેકેટ્સ છોડતી હતી. આટલું જ નહીં, સૈનિકોએ ચાર બાળકોની દાદીનો રેકોર્ડ કરેલો સંદેશ વગાડ્યો, જેમાં તેમણે તેમને સાથે રહેવા અને હિંમત ન હારવા કહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT