લંડન જઈ રહેલી ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સાથે પેસેન્જરે કરી મારામારી, ફરી આવવું પડ્યું દિલ્હી
નવી દિલ્હી: ફ્લાઈટ દરમિયાન પેસેન્જરની ગેરવર્તણૂક સતત સામે આવી રહી છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પેસેન્જરની ગર્વરતૂણકને લઈ સોમવારે સવારે એર…
ADVERTISEMENT
નવી દિલ્હી: ફ્લાઈટ દરમિયાન પેસેન્જરની ગેરવર્તણૂક સતત સામે આવી રહી છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પેસેન્જરની ગર્વરતૂણકને લઈ સોમવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટને એરપોર્ટ પર પરત આવવું પડ્યું હતું. એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીથી લંડન જઈ રહેલી AI-111 ફ્લાઈટમાં એક મુસાફર ક્રૂ મેમ્બર્સ સાથે મારપીટ કરવા લાગ્યો હતો. તેમના પર હુમલો કર્યો. 2 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે.
એરલાઈન્સે જણાવ્યું હતું કે સોમવારે સવારે 6.30 વાગ્યે ફ્લાઇટ લંડનના હીથ્રો માટે ઉડાન ભરી હતી. ટેકઓફ બાદ પેસેન્જરે ગેરવર્તન શરૂ કર્યું. પ્લેનમાં સ્ટાફે તેને વારંવાર ચેતવણી આપી હતી પરંતુ પેસેન્જરે ગેરવર્તન ચાલુ રાખ્યું હતું. તેણે કેબિન ક્રૂના બે સભ્યોને પણ ઈજા પહોંચાડી હતી. આ પછી ફ્લાઇટ સવારે 10.30 વાગે દિલ્હી પરત ફરી હતી.
સોમવારે દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે હંગામો મચાવ્યો હતો. આ પછી એરક્રાફ્ટને દિલ્હી એરપોર્ટ પર પરત કરવામાં આવ્યું હતું, ટેકઓફ બાદ પેસેન્જરે ગેરવર્તન શરૂ કર્યું. પ્લેનમાં સ્ટાફે તેને વારંવાર ચેતવણી આપી હતી પરંતુ પેસેન્જરે ગેરવર્તન ચાલુ રાખ્યું હતું. તેણે ક્રૂના બે સભ્યોને પણ ઈજા પહોંચાડી હતી. આ પછી ફ્લાઇટ સવારે 10.30 વાગે દિલ્હી પરત ફરી હતી. ક્રૂએ તેને એરપોર્ટ પર ઉતાર્યો અને ફ્લાઈટ ફરીથી લંડનના હીથ્રો એરપોર્ટ માટે રવાના થઈ.
ADVERTISEMENT
એર ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે
એર ઈન્ડિયાએ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-લંડન ફ્લાઇટ ટેક-ઓફના થોડા સમય બાદ પરત ફરી હતી. આમાં એક મુસાફરે ગેરવર્તણૂક કરી હતી. તેણે મૌખિક અને લેખિત ચેતવણીઓની પણ અવગણના કરી અને ગેરવર્તણૂક ચાલુ રાખી. ક્રૂ મેમ્બર્સ સાથે તેની ઝપાઝપી થઈ હતી, જેમાં બે ઘાયલ થયા હતા. વિમાનને બાદમાં દિલ્હી પરત કરવામાં આવ્યું હતું અને લેન્ડિંગ પછી વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT