તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
પોપટ નશાના બંધાણી બન્યા! અફીણનો પાક કરી રહ્યા છે ચાઉ, ખેડૂતો ટેન્શનમાં
મધ્યપ્રદેશ: અફીણની ખેતી કરતા ખેડૂતો સામે મોટી સમસ્યા ઉભી થઈ છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં પોપટ અફીણનો પાક ચાવવા લાગ્યા છે. પોપટને અફીણની લત લાગી ગઈ છે.…
ADVERTISEMENT
મધ્યપ્રદેશ: અફીણની ખેતી કરતા ખેડૂતો સામે મોટી સમસ્યા ઉભી થઈ છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં પોપટ અફીણનો પાક ચાવવા લાગ્યા છે. પોપટને અફીણની લત લાગી ગઈ છે. આવી સ્થિતિમાં સમગ્ર અફીણનો પાક ખતરામાં છે કારણકે પોપર આ પાક ચાઉ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ અને રતલામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અફીણની ખેતી કરતા જોવા મળે છે. તેની ખેતી માટે, ખેડૂતોએ કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગ પાસેથી લાયસન્સ લઈ અને ખેતી કરી રહ્યા છે. ખેડૂતો આ પાકને નાર્કોટિક્સ વિભાગની દેખરેખ હેઠળ જ ઉગાડી શકે છે. હવે અહીંના ખેડૂતોનો અફીણનો પાક જોખમમાં છે કારણ કે પોપટ અફીણ ખાવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોને પાક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
પોપટના આતંકથી ખેડૂતો પરેશાન
પોપટના આતંકથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અફીણની ખેતી કરતા ખેડૂતોએ તેમની ઉપજ સરકારને આપવી પડે છે. જો ખેડૂતો આ કરી શકતા નથી, તો સરકાર દ્વારા અફીણની ખેતી માટેનો તેમનો કરાર સમાપ્ત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પોપટથી અફીણ બચાવવા માટે હવે કેટલાક ખેડૂતોએ પ્લાસ્ટિકની જાળીઓ લગાવવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
પોપટથી બચવા માટે ખેડૂતો કરી રહ્યા છે આ કામ
પોપટ તેમની ચાંચમાં મોટી માત્રામાં અફીણના ડોડા લઈને ઉડી જતા હતા. હવે પ્લાસ્ટિકની જાળી લગાવવાથી આવા પોપટની સંખ્યામાં ઘટાડો થયો છે. આ બધા સિવાય અફીણની ખેતી પર પણ નીલગાયનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Rajinikanth ની પુત્રીના ઘરેથી સોનાના દાગીના ચોરાયા, નોકરાણી અને ડ્રાઈવરની ધરપકડ
ADVERTISEMENT
અફીણનો ક્યાં ઉપયોગ થાય છે
અફીણની ખેતી જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થાય છે. તેમાં અફીણ ઉપરાંત અફીણ ડોડા પણ મળે છે. જ્યારે તેના છોડ નાના હોય છે ત્યારે તે શાકભાજી માર્કેટમાં પણ વેચાય છે. આ ઉપરાંત નાના ડોડાનું શાક પણ બનાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી અફીણ ખરીદે છે. મોર્ફિન આમાંથી બહાર આવે છે. અફીણમાંથી ઘણા જુદા જુદા પદાર્થો નીકળે છે. જેમાંથી તેનો ઉપયોગ હૃદયની દવા, રક્ત સંબંધિત દવા અને ઘણી માનસિક અને ઊંઘની દવાઓ બનાવવામાં થાય છે. અફીણની દાણચોરીના કેસમાં NDPS કલમ લાગુ કરવામાં આવે છે. તેમાં મહત્તમ 10 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા સુધીના દંડનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT