હોસ્પિટલમાં સ્ટ્રેચર નહી મળતા પિતા પુત્રને સ્કુટરમાં ત્રીજે માળ લઇ ગયા
નવી દિલ્હી : રાજસ્થાનના કોટા સંભાગની સૌથી મોટી હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલ વ્હીલચેર નહી મળતા એટલો નારાજ થયો કે, પોતાના…
ADVERTISEMENT
નવી દિલ્હી : રાજસ્થાનના કોટા સંભાગની સૌથી મોટી હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વકીલ વ્હીલચેર નહી મળતા એટલો નારાજ થયો કે, પોતાના પુત્રને ત્રીજા માળે લઇ જવા માટે પોતાની એક્ટિવા લઇને જ ત્રીજા માળે પહોંચી ગયો હતો. જો કે હોસ્પિટલમાં ત્રીજા માળે સ્કુટી જોઇને ડોક્ટર, દર્દી અને હોસ્પિટલનું વ્યવસ્થાતંત્ર સહિત તમામ લોકો દંગ રહી ગયા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. હોસ્પિટલની અવ્યવસ્થા જોઇને હોસ્પિટલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
આ અંગે સ્કુટરથી પોતાના પુત્રને ત્રીજા માળે લઇ જનારા વકીલ મનોજ જૈને કહ્યું કે, મારા પુત્રને ફ્રેક્ચર હતુ, તેનું વજન પણ વધારે છે જેથી તેને ત્રીજા માળે ઉચકીને લઇ જવો અશક્યો હતો. ત્યાં હાજર સ્ટાફને પુછ્યું કે મારી પાસે ઇલેક્ટ્રીક સ્કુટર છે. જેનો અવાજ પણ નથી આવતો હું લઇ જઉ અને તેમને પરવાનગી આપી.જો કે ત્યાં હાજર દેવકીનંદને મારી ગાડીની ચાવી કાઢી લીધી હતી.
વકીલ મનોજ જૈન પહેલા તો સ્કુટર લઇને ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટની મદદથી ત્રીજા માળ સુધી પહોંચ્યા. ત્યાર બાદ પુત્રને બેસાડીને પરત લિફ્ટની મદદથી આવી ગયો. જો કે નીચે તેમને અટકાવ્યા તો હોબાળો થઇ ગયો. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં તેમણે મામલો શાંત કરાવ્યો અને આ મામલે વકીલ અને સ્ટાફની વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી.
ADVERTISEMENT
આ મામલે વકીલ મનોજે જણાવ્યું કે, મને જ્યારે વ્હીલચેર ન મળી તો મે ત્યાં હાજર સ્ટાફ પાસેથી પરમીશન લીધી હતી. ત્યાર બાદ જ હું ઇલેક્ટ્રીક સ્કુટર લઇને ગયો હતો. તેમણે કહ્યું કે, જ્યારે હોસ્પિટલમાં વ્યવસ્થા નથી તો સામાન્ય નાગરિક શું કરે.
ADVERTISEMENT