Mumbai Airport News: મુંબઈ એરપોર્ટના રનવે પર લપસ્યું ચાર્ટર પ્લેન, 3 લોકો ઘાયલ- Video
Mumbai Airport News: મુંબઈમાં ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે પરથી સરકી ગયું હતું. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.…
ADVERTISEMENT
Mumbai Airport News: મુંબઈમાં ભારે વરસાદને કારણે એક ચાર્ટર પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે પરથી સરકી ગયું હતું. જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ વીઆઈપી હાજર ન હતા. ચાર્ટર પ્લેન કેવી રીતે લપસી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે.
Surat News: બર્થડેના 10 દિવસ પહેલા સંતાનનો આપઘાત, નાની અમથી વાતમાં સુરતના યુવાને જીવન ટુંકાવ્યું
વિમાનમાં સવાર હતા 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર
ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલ મુજબ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. જો કે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ખરેખર, મુંબઈ એરપોર્ટ પર રનવે-27 પર ઉતરતી વખતે ચાર્ટર VT-DBL અટકી ગયું હતું. વિમાનમાં 06 મુસાફરો અને 02 ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી.
A private plane skidded off the runway and crashed while landing at #MumbaiAirport amid #heavyrain.
Efforts have been started to rescue the people trapped in the plane. I pray for their safety.#Emergency #MumbaiRains #Mumbai #PAKvSL #ElvishYadav #TeJran pic.twitter.com/trDcTbcJk0— Tolly hub (@tolly_hub) September 14, 2023
ADVERTISEMENT
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ચારેબાજુ ધુમ્મસ છવાયેલુ દેખાઈ રહ્યું છે. તેમજ ઘટના બાદ એક પ્લેન રનવેની બાજુમાં પડેલું જોવા મળે છે. ફાયર એન્જિન પણ સ્થળ પર હાજર જોવા મળે છે.
ADVERTISEMENT