મહેબૂબા મુફ્તી નહીં લડે વિધાનસભાની ચૂંટણી, જાણો શું છે કારણ
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જ્યાં સુધી કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી…
ADVERTISEMENT
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જ્યાં સુધી કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં. જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. આ સાથે જ તેમણે જી-20 સમિટને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે G-20 સમગ્ર દેશની ઘટના છે, પરંતુ ભાજપે તેને હાઇજેક કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “તેઓએ G-20 લોગોને કમળના ફૂલથી બદલ્યો છે. આ લોગો દેશ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ સમગ્ર દેશની ઘટના છે, પરંતુ ભાજપે તેને હાઇજેક કરી લીધો છે. આ કોઈ પાર્ટી ઈવેન્ટ નથી. આ સાર્ક દેશોનું સંમેલન છે.
CBI અને EDનો બિનજરૂરી ઉપયોગ
તેમણે વધુમાં કહ્યું કે, “કેન્દ્ર સરકાર સાંપ્રદાયિક રાજનીતિ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે.” શુક્રવારે (19 મે) કેન્દ્ર સરકારના વટહુકમ પર બોલતા તેમણે કહ્યું કે વટહુકમ દ્વારા દિલ્હી સરકારની સત્તા છીનવાઈ રહી છે. સાથે જ સરકાર CBI અને EDનો બિનજરૂરી ઉપયોગ કરી રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસના કર્યા વખાણ
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી અને કર્ણાટકની જનતાએ કોંગ્રેસને જીતાડી. મને આશા છે કે કોંગ્રેસ સરકાર સારું કામ કરશે. કર્ણાટકની જનતાનો આભાર. કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ સિદ્ધારમૈયાએ શનિવારે (20 મે)ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમારોહને ભવ્ય બનાવીને કોંગ્રેસે અન્ય રાજ્યોના મોટા નેતાઓને આમંત્રણ મોકલ્યા હતા. આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી પણ સામેલ થયા હતા.
ADVERTISEMENT