જામિયા હિંસામાં છોડાયેલા ઘણા આરોપીઓ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પુરીઃ ચુકાદો અનામત રખાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ CAA વિરુદ્ધ 2019ના જામિયા હિંસા કેસમાં શરજીલ ઈમામ, સફૂરા ઝરગર અને અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારતા કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. દિલ્હી હાઈકોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી પોલીસની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

જો આ વીડિયોને આધારે નિર્દોષ ગણાવે છે તો વરોધ કરીએ છીએઃ પોલીસ
દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે ટ્રાયલ કોર્ટે તપાસ એજન્સી સામે અવલોકનો પસાર કરીને તેના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, નીચલી અદાલતનું અવલોકન હટાવવું જોઈએ. દિલ્હી પોલીસે કોર્ટમાં કેટલીક વીડિયો ક્લિપ ચલાવી અને કહ્યું કે જો આ વીડિયો ક્લિપના આધારે નીચલી કોર્ટ તે વિદ્યાર્થીઓને નિર્દોષ ગણાવી રહી છે તો અમે તેનો વિરોધ કરીએ છીએ.

ED ડાયરેક્ટર મામલે સુપ્રીમમાં કહ્યુંઃ અમને પાર્ટી પોલિટિક્સથી કોઈ લેવા દેવા નથી!

વકીલોએ કરી દલીલો
દિલ્હી પોલીસે કહ્યું કે ત્રીજી પૂરક ચાર્જશીટમાં ઘાયલોના નિવેદન છે જેમણે આરોપીઓની ઓળખ કરી છે. શરજીલ ઈમામના વકીલે કહ્યું કે મારી વિરુદ્ધ કોઈ સાક્ષીનો કોઈ વીડિયો કે નિવેદન નથી, મારી વિરુદ્ધ ચાર્જશીટમાં એક શબ્દ પણ નથી. તેમની સામે એવું કોઈ નિવેદન નથી કે જે મારા પરના આરોપને સાબિત કરે. સફૂરા ઝરગરના વકીલે કહ્યું કે દિલ્હી પોલીસ જે વીડિયો ક્લિપ વિશે વાત કરી રહી છે તેમાં મારી ઓળખ જાહેર કરવામાં આવી નથી. આજદિન સુધી ઓળખ જાહેર કરવામાં આવી નથી. કારણ કે તે ક્લિપમાં વ્યક્તિએ પોતાનો ચહેરો ઢાંક્યો છે, CDRના આધારે મારા પર આરોપ ન લગાવી શકાય, મારું ઘર ઘટના સ્થળથી 3-4 કિલોમીટર દૂર છે.

ADVERTISEMENT

રાહુલને મળશે રાહત કે જશે સભ્યપદ? ગુજરાતના આ કેસમાં મુશ્કેલીઓ અંગે શું કહે છે એક્સપર્ટ

રમખાણો થયા એટલે પોલીસ કહે છે કે તે તોફાની હતોઃ વકીલ
સફૂરા ઝરગરના વકીલે કહ્યું કે 14 ડિસેમ્બરે થયેલી એફઆઈઆરમાં પણ મારું નામ ચાર્જશીટમાં સામેલ નથી. ચાર્જશીટ માત્ર મોહમ્મદ ઇલ્યાસ સામે દાખલ કરવામાં આવી છે. તે ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં અન્ય વિદ્યાર્થીઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પોલીસકર્મીએ મારી ઓળખ પણ કરી નથી. અન્ય આરોપીઓ માટે હાજર રહેલા વકીલે કહ્યું કે મુખ્ય ચાર્જશીટમાં 23 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તેમાંથી કોઈએ મારા વિશે કંઈ કહ્યું નથી. રમખાણો થયા એટલે પોલીસ કહી રહી છે કે તે તોફાની હતો. ત્યાં ગેરકાયદેસર મેળાવડો હતો, પરંતુ પોલીસ એવું નથી કહી રહી કે મારી હાજરીમાં તોફાન થયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT