India Today કોન્ક્લેવ 2023: વિપક્ષની અદાણી મામલે JPCની માગ અંગે અમિત શાહે આપ્યો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ નવી દિલ્હી ખાતે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2023ના મંચ પર ચર્ચા કરવા માટે આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે અહીં પત્રકારના સવાલોના જવાબો આપ્યા હતા. તેમણે અહીં અદાણીના મામલાથી લઈને વિદેશમાં રાહુલ ગાંધીની સ્પીચ મામલામાં પણ જવાબ આપ્યો હતો.

અમિત શાહે આપ્યો આ જવાબ જ્યારે પત્રકારે પુછ્યું પાર્લામેન્ટ ચાલશે કે નહીં?
સુધીર ચૌધરીએ સવાલ કર્યો કે, તમારી સરકાર પાસે પૂર્ણ બહુમત છે, તમે કહો છો કે રાહુલ ગાંધીની માફી હોવી જોઈએ, વિપક્ષ કહે છે કે અદાણી મામલામાં જેપીસી તપાસ હોવી જોઈએ. પાર્લામેન્ટ ચાલશે કે નહીં? આ સવાલના જવાબમાં અમિત સાહે કહ્યું કે, જુઓ કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં પાર્લામેન્ટ એકલો સત્તાપક્ષ કે વિપક્ષ ન ચલાવી શકે, બંને વચ્ચે સંવાદ હોવો જોઈએ. આ વખતે જે વિવાદ થયો છે તેને હું બારીકીથી જોઉં છું. પાર્લામેન્ટમાં જ પુરો દિવસ મોડી રાત સુધી બેસું છું. અમારા ઈનિશિયેટિવ છતા તે તરફથી ચર્ચાનો કોઈ પ્રસ્તાવ પણ થતો નથી. વાત કોની સાથે કરે, વાત મીડિયામાં કરી રહ્યા છે.

ચૂંટણીના જાદુગર અશોક ગહલોતે વિધાનસભા ચૂંટણી પહેલા કર્યો મોટો ખેલ, 19 નવા જિલ્લા જાહેર કર્યા

અમિત શાહે કહ્યું કે, પાર્લામેન્ટમાં ફ્રિડમ ઓફ સ્પીચ હોય. પાર્લામેન્ટમાં ફ્રિડમ ઓફ સ્પીચ છે જ. તમને કોઈ ન રોકી શકે. પણ પાર્લામેન્ટમાં ફ્રિસ્ટાઈલ ન બોલી શકાય. નિયમોના હિસાબે બોલવું પડે છે. નિયમોનું અધ્યયન કરીને નિયમ અનુસાર પાર્લામેન્ટમાં બોલવું પડે છે. રોડ પર બોલીએ એમ ન બોલી શકાય. પાર્લામેન્ટના નિયમો અમે નથી બનાવ્યા તેમના દાદીના પિતાજીના સમયથી ચાલી રહ્યા છે. તે પણ આ જ નિયમ પ્રમાણે ચર્ચા કરતા હતા અમે પણ તે પ્રમાણે જ કરીએ છીએ. ના નિયમ સમજવા ના કાંઈક કરવું પછી કહે છે કે બોલવા નથી દેતા. જ્યાં ત્યાં ગમે તે ઊભા થઈ ન બોલી શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT