બે દાયકાનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ ઝડપાયું, ડાર્કનેટ અને ક્રિપ્ટોકરન્સીથી થતાં હતા વ્યવહાર
નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અત્યાર સુધીનો સૌથી મોટો પાર્ટી ડ્રગ કન્સાઇનમેન્ટ પકડ્યો છે. આ દરોડામાં, NCBએ હજારો કરોડની કિંમતની દવા લિસેર્જિક એસિડ…
ADVERTISEMENT
નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અત્યાર સુધીનો સૌથી મોટો પાર્ટી ડ્રગ કન્સાઇનમેન્ટ પકડ્યો છે. આ દરોડામાં, NCBએ હજારો કરોડની કિંમતની દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ (LSD) રિકવર કરી છે. NCBના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ દરોડા અંગે NCBએ જણાવ્યું કે બે દાયકામાં આ સૌથી મોટી રિકવરી છે. DDG NCB જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે LSD આજકાલ યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ તે ખૂબ જ ખતરનાક છે. તેની વ્યાવસાયિક માત્રા 0.1 ગ્રામ છે. તેને સ્ટેમ્પના અડધા ભાગમાં લગાવવામાં આવે છે. આવા 5 સ્ટેમ્પથી એક બ્લોટ બનાવવામાં આવે છે. 15 હજાર બ્લોટ્સ મળી આવ્યા છે અને 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં આટલી વધારે રિકવરી જોવા મળી નથી. આ ડ્રગ્સના તાર દેશ-વિદેશના વિવિધ રાજ્યો સાથે જોડાયેલા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી વેચતા હતા ડ્રગ્સ
ભારત ડ્રગ્સનો મોટો કન્ઝ્યુમર દેશ બની રહ્યો છે. આ ધંધો ડાર્ક નેટ, ક્રિપ્ટો કરન્સી અને ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હતો. 4 લાખ રોકડા મળી આવ્યા છે, જ્યારે 20 લાખ એકાઉન્ટ મળી આવ્યા છે. ક્રિપ્ટો બેલેટની તપાસ ચાલી રહી છે. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા હતા. નોઈડાનો એક કોલેજનો વિદ્યાર્થી જે મૂળ ગોવાનો છે તે આ કેસમાં સૌથી પહેલા પકડાયો હતો. આ પછી સિન્ડિકેટને ખબર પડી તો દિલ્હીનો એક છોકરો પકડાયો. તેમની ગેંગમાં એક છોકરી પણ હતી, તે પણ એનસીઆરમાંથી પકડાઈ હતી. ત્યારે જયપુરમાંથી એક વ્યક્તિ ઝડપાયો જે આ સમગ્ર ગેમનો માસ્ટર માઈન્ડ હતો. ત્યારબાદ પુણેની પોસ્ટ ઓફિસમાંથી એલએસડી મળી આવી હતી. ત્યારબાદ નોઈડાના 2 અને કેરળના 2 લોકો ઝડપાયા હતા. એલએસડી પોલેન્ડ અને નેધરલેન્ડથી આવે છે અને ભારત તેનું હબ બની રહ્યું છે. તેઓ ઇન્સ્ટા અને વિકર દ્વારા ગ્રુપ બનાવીને તેમના ટાર્ગેટ શોધતા હતા. જયપુરથી પકડાયેલ વ્યક્તિ MNCમાં કામ કરે છે. જ્યારે યુવતી ગ્રેજ્યુએટ છે.
ADVERTISEMENT
ગયા મહિને 25,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
ગયા મહિને, ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં, એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી રૂ. 25,000 કરોડની કિંમતનું 2,525 કિલો મેથામ્ફેટામાઇન રિકવર કર્યું હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપ્સ)એ તેને એજન્સી માટે “મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી” ગણાવી હતી.
ઓપરેશન સમુદ્રગુપ્ત ફેબ્રુઆરી 2022માં શરૂ થયું
તેમણે કહ્યું, “NCB અને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. ઓપરેશન સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4,000 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT