Karnataka: અચાનક ડી.કે શિવકુમારે સિદ્ધારમૈયાને આપી શુભકામના, કહ્યું પેટમાં ઇન્ફેક્શન છે માટે દિલ્હી નહી જઉ
Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કર્યા પછી, કોંગ્રેસ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાનું મુશ્કેલ કાર્યનો સામનો કરી રહી છે. Karnataka Government…
ADVERTISEMENT
Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કર્યા પછી, કોંગ્રેસ નવા મુખ્ય પ્રધાનને પસંદ કરવાનું મુશ્કેલ કાર્યનો સામનો કરી રહી છે. Karnataka Government Formation માં પળે પળે નવા વળાંકો આવી રહ્યા છે. કર્ણાટકના આગામી સીએમને પસંદ કરવા માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણ્યા બાદ ત્રણેય નિરીક્ષકો સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે.
દરમિયાન ડીકે શિવકુમારે સિદ્ધારમૈયાને અભિનંદન પાઠવતા ફરી એકવાર રાજનીતિ ગરમાઇ છે. વાસ્તવમાં એક પત્રકારે પૂછ્યું કે, સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેમની પાસે વધારે ધારાસભ્યોનું સમર્થન છે, તમે આના પર શું કહેશો. શિવકુમારે કહ્યું કે હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. હું અહીં બેઠો છું, મારી ફરજ બજાવી રહ્યો છું. શિવકુમારે પેટમાં ઈન્ફેક્શનને કારણે સોમવારે દિલ્હીની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી છે. જ્યારે સિદ્ધારમૈયા દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ટૂંક સમયમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેને મળે તેવી શક્યતા છે. જો કે શિવકુમારે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, પેટના ઈન્ફેક્શનને કારણે દિલ્હી નહીં જઈ શકે. તેઓએ કહ્યું કે, મને પેટમાં ઈન્ફેક્શન છે અને હું આજે દિલ્હી નહીં જઈ શકું. કોંગ્રેસના 135 ધારાસભ્યો છે. મારી પાસે કોઈ ધારાસભ્ય નથી. તેમણે કહ્યું કે મેં નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે. તેણે કહ્યું કે હું બળવો નથી કરતો, બ્લેકમેલ કરતો નથી. હું બાળક નથી. મારી પોતાની દ્રષ્ટિ છે, વફાદારી છે. હું કોઈની જાળમાં ફસાવાનો નથી.
નિરીક્ષકોએ મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપ્યો કોંગ્રેસ દ્વારા તૈનાત નિરીક્ષકોએ નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય લીધા બાદ સોમવારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે હવે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સલાહ લેશે. આગામી 24 કલાકમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT