KARNATAKA ELECTION સર્વેનો પણ મહાસર્વે : Congress આવે છે, JDS-BJP ની બાદશાહત ખતમ
Karnataka Assembly Election Voting 2023 Live: ભાજપ અને કોંગ્રેસ બંન્ને વચ્ચે ખુબ જ મહત્વપુર્ણ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે. જેમાં સરેરાશ 65 ટકા…
ADVERTISEMENT
Karnataka Assembly Election Voting 2023 Live: ભાજપ અને કોંગ્રેસ બંન્ને વચ્ચે ખુબ જ મહત્વપુર્ણ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પુર્ણ થઇ ચુકી છે. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું છે. 224 સીટો પર પાંચ વાગ્યા સુધીમાં 65 ટકા પરિણામ જાહેર થયું છે. કોંગ્રેસ માટે આ ખરાખરીનો જંગ છે તો બીજી તરફ ભાજપ માટે પોતાની આબરૂનો સવાલ છે. આ વખતે ચૂંટણી લડવામાં અનેક મોટા નેતાઓની કિસ્મત પણ દાવ પર લાગેલી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર, જેડીએસના મુખીયા એચડી કુમારસ્વામી જેવા અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. જેના ભવિષ્ય હવે ઇવીએમમાં કેદ થઇ ચુક્યા છે.
INDIA TODAY- AXIS MY INDIA survey
અત્યાર સુધીની મોટા ભાગની લોકસભા કે વિધાનસભામાં સૌથી સટિક રહેલો એક માત્ર સર્વે INDIA TODAY અને AXIS MY INDIA દ્વારા કરવામાં આવેલા સર્વેમાં Congress સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. કોંગ્રેસને 122-140 સીટો મળી રહી છે. જ્યારે BJP ને 62-80 સીટો મળી રહી છે. JDS 20-25 સીટો મેળવી રહી છે. જ્યારે અન્યોને માત્ર 0-3 સીટો મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો સર્વે સાચો પડે અને કોંગ્રેસને 122થી 140 સીટો આવે છે તો તે પોતાના જ દમ પર સરકાર બનાવશે. તેવામાં જેડીએસની કિંગ મેકરની કોઇ પણ ભુમિકા નહી રહે. જો કે કોંગ્રેસની સીટોમાં ઘટાડો થાય તો જેડીએસ કિંમમેકર બનીને ઉભરી શકે છે.
JAN KI BAAT Survey
જન કી બાદ સર્વેમાં Congressને 91-106 સીટો મળી રહી છે. જ્યારે BJP ને 94-117 સીટો મળી રહી છે. JDS ને 14-24 અને અન્યને 0-2 સીટો મળી રહી છે. જન કી બાતના સર્વે સાચો પડે તો તેવી સ્થિતિમાં JDS કિંગ મેકરની ભુમિકામાં જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સર્વે અનુસાર એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી. આ સ્થિતિમાં જેડીએસ કિંગમેકરની ભુમિકામાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT
Matrize Survey
મેટ્રીઝના સર્વેમાં Congress ને 103-118 સીટો મળી રહી છે. જ્યારે BJP ને 79-94 સીટો મળી રહી છે. JDS ને 25-33 સીટો મળી રહી છે. અન્યને 2-5 સીટો મળી રહી છે. આ સર્વેના અનુસાર કોંગ્રેસ સ્પષ્ટ રીતે બહુમતી સાથે પોતાના દમ પર સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં જેડીએસની કિંગ મેકરની ભુમિકા ખતમ થઇ જશે. ભાજપ ઇચ્છે તો ભાજપ-જેડીએસ ગઠબંધન દ્વારા પણ કંઇક નવો જાદુ કરે તો નવાઇ નહી.
PMARQ Survey
PMARQ ના સર્વે અનુસાર Congress ને 94-108 સીટો મળી રહી છે. જ્યારે BJP ને 85-100 સીટો મળી શકે છે. JDS ને 24-32 સીટો મળી રહી છે. અન્યને 2-6 સીટો મળી રહી છે. આ સર્વે અનુસાર JDS કિંગમેકરની ભુમિકામાં જોવા મળી શકે છે. કારણ કે કોઇ પણ એક પાર્ટીને સ્પષ્ટ રીતે બહુમતી નથી મળી રહી. જેથી જે પણ પાર્ટી સરકાર બનાવવા ઇચ્છે તેણે જેડીએસની મદદ લેવી પડશે. જેડીએસને તેમાં સ્પષ્ટ રીતે કિંગમેકરની ભુમિકામાં જોવા મળશે અને ઇચ્છે તેની સાથે મળીને સરકાર બનાવી શકે છે.
ADVERTISEMENT
C Voter Survey
સી વોટરના સર્વે અનુસાર Congress ને સ્પષ્ટ રીતે સરકાર બનાવી શકે તેટલી સીટો 100-112 સીટો મળી શકે છે. જ્યારે BJP ને 83-95 સીટો મળી રહી છે. JDS ને 21-29 સીટો મળી શકે છે. અન્યને 2-6 સીટો મળી રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતીથી માંડ 1 સીટ જ ઓછી જોવા મળે છે. તેવામાં જો કોઇ અપક્ષના ધારાસભ્યો સાથે પણ મળીને કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. જ્યારે ભાજપને જેડીએસ સાથે ગઠબંધનની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT
Polstrat Survey
Polstrat ના સર્વે અનુસાર કોંગ્રેસને 99-109 સીટો મળી રહી છે. જ્યારે BJP ને 88-98 સીટો મળી રહી છે. JDS ને 21-26 સીટો મળી રહી છે. જ્યારે અન્યને 0-4 સીટો મળી રહી છે. તેવામાં બંન્ને પાર્ટીઓએ સરકાર બનાવવા માટે જેડીએસની જરૂર પડશે. જેથી જેડીએસ કિંગ મેકર સાબિત થશે.
TV9 C Vote સર્વે
હાલમાં અલગ અલગ મીડિયા સંસ્થાનના એક્ઝિટ પોલ એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં TV9 અને પોલસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સર્વેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહીછે. જેમાં કોંગ્રેસને સ્પષ્ટ રીતે મોટી પાર્ટી બની રહી છે. ભાજપને 83-95 બેઠક મળી રહી છે. કોંગ્રેસને 100-112 મત મળી રહ્યા છે જ્યારે JDS ને 21-29 અને અન્યને 2-6 સીટ મળી રહી છે. જેથી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહી છે પરંતુ સરકાર નથી બનાવી રહી. ભાજપ પણ સ્પષ્ટ રીતે સરકાર નથી બનાવી રહી. જેથી જે કોઇ પણ પાર્ટી જીતે તેને સ્પષ્ટ રીતે JDS સાથે ગઠબંધન કરવું પડશે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ અપક્ષ ધારાસભ્યોને પોતાની સાથે જોડે તો સરળતાથી સરકાર બનાવી શકે છે. જો કે ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. કારણ કે તેને જેડીએસ સાથે ગઠબંધન ફરજીયાત પણે કરવું પડે તો જ તે સરકાર બનાવી શકે છે.
ADVERTISEMENT