જલીકટ્ટુ મામલે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠનો આખરી ફેંસલો ગુરુવારે સંભળાવાશે
સંજય શર્મા.નવી દિલ્હીઃ તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આખલાઓની દૌડની એક ગેમ જેને જલીકટ્ટુ, કંબાલા અને બૈલગાડીની પરવાનગી આપતા કાયદાને સંવૈધાનિકતાને ચેતવણી આપનારી અરજી…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આખલાઓની દૌડની એક ગેમ જેને જલીકટ્ટુ, કંબાલા અને બૈલગાડીની પરવાનગી આપતા કાયદાને સંવૈધાનિકતાને ચેતવણી આપનારી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ ગુરુવારે આખરી નિર્ણય સંભળાવશે. સંવિધાન પીઠે 8 ડિસેમ્બર 2022એ આ મામલામાં સુનાવણી કરીને ફેંસલો સુરક્ષીત કરી લીધો હતો.
લાખો-કરોડો લોકોની નજર રહેશે આ નિર્ણય પર
જલીકટ્ટુને લઈને અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા 2022માં નિર્ણયને સુરક્ષીત કરી લેવામાં આવ્યો હતો. આ અંગે હવે સવા પાંચ મહિના પછી સંવિધાન પીઠ પોતાનો નિર્ણય સંભળાવવા જઈ રહી છે. આવતીકાલે ગુરુવારે જલીકટ્ટુ સાથે જોડાયેલા લાખો કરોડો લોકોની નજર સંવિધાન પીઠના આ નિર્ણય પર રહેશે. હાલની અરજીઓમાં ભારત સરકારની 7 જાન્યુઆરી 2016એ જાહેર કરાયેલી અધિસૂચનાને રદ્દ અને નિરસ્ત કરવાની માગ કરાઈ હતી. જનહિતની અરજીમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈંડિયા Vs નાગરાજા અને અન્યના નામથી દાખલ છે. આ મામલો ચાલી રહ્યો હતો પરંતુ આ દરમિયાનમાં તમિલનાડુમાં પશુઓને પ્રત્યે ક્રૂરતાને રોકવાના (સંશોધન) અધિનિયમ, 2017ને પાસ કરવામાં આવ્યો. આ પછી આ અધિનિયમને રદ્દ કરવાની માગ કરવા માટે રિટ અરજીઓને દાખલ કરવામાં આવી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ સુરતમાં નહીં થવા દેવાની અરજી કરનારને મળી ધમકી
સુપ્રીમ કોર્ટે ત્યારે આ મામલાને સંવિધાન પીઠને સોંપી દિધો હતો કે શું તમિલનાડુ સંવિધાનના અનુચ્છેદ 29 (1)ને અંતર્ગત પોતાના સાંસ્કૃતિક અધિકારના રૂપમાં જલીકટ્ટુનું સંરક્ષણ કરી શકે છે જે નાગરિકોને સાંસ્કૃતિક અધિકારોની સુરક્ષા ગેરંટી આપે છે. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ રોહિંગટન નરીમનની પીઠે જાણ્યું હતું કે જલીકટ્ટુની આસપાસ ફરતી રિટ અરજીમાં સંવિધાનની વ્યાખ્યાથી સંબંધિત પર્યાપ્ત પર્શનો શામેલ છે. તે પછી રિટ અરજીઓમાં ઉઠાવાયેલા સવાલો ઉપરાંત આ મામલામાં પાંચ સવાલોના જવાબ નક્કી કરવા માટે સંવિધાન પીઠ પાસે મોકલવાની ભલામણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT