બેંગ્લોરથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 137 મુસાફરો સવાર હતા
તેલંગાણા: બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ (6E897)નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 137 મુસાફરો સવાર હતા. તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર મંગળવારે સવારે 6:15…
ADVERTISEMENT
તેલંગાણા: બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ (6E897)નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 137 મુસાફરો સવાર હતા. તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર મંગળવારે સવારે 6:15 વાગ્યે ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ડીજીસીએના જણાવ્યા અનુસાર ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 મંગળવારે સવારે 5:10 વાગ્યે નીકળી હતી. આ ફ્લાઈટ બેંગ્લોરથી વારાણસી જઈ રહી હતી.
તમામ મુસાફરો સુરક્ષિત
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે તમામ 137 મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટ બેંગ્લોરથી વારાણસી માટે ઉડાન ભરી હતી. આ પહેલા 1 એપ્રિલે દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન સાથે એક પક્ષી અથડાયું હતું. એલર્ટ જાહેર કર્યા બાદ તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
1 એપ્રિલના રોજ પ્લેન સાથે પક્ષી અથડાયું હતું
એપ્રિલના રોજ દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન પક્ષી સાથે અથડાયું હતું. આ ઘટનાને લઇ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેને દિલ્હી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. જો કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.
આ પણ વાંચો: #DelhiMetro માં સનસની મચાવનારી બિકિની ગર્લની આ છે અસલ કહાની
ADVERTISEMENT
મેડિકલ ઇમરજન્સીના કારણે કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી ફ્લાઇટ
ગયા મહિને 13 માર્ચે ઈન્ડિગો એરલાઈનની દિલ્હી-દોહા ફ્લાઈટની મેડિકલ ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. મેડિકલ ઈમરજન્સીના કારણે દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે દુર્ભાગ્યવશ પેસેન્જરને બચાવી શકાયો નથી. એરપોર્ટની મેડિકલ ટીમે પેસેન્જરને મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT