સેનાના વાહનમાં આગ લાગવા પાછળ આતંકીઓના ગ્રેનેડ હુમલાની શંકા, 5 જવાન શહીદ

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો હતો.
social share
google news

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાની ટ્રક પર ગોળીબાર કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈની માહિતી અનુસાર આ હુમલામાં 5 જવાન શહીદ થયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભીમ્બર ગલી વિસ્તાર નજીક બપોરે 3 વાગે આતંકીઓએ ટ્રક પર ગોળીબાર કર્યો હતો. જે બાદ ટ્રકમાં આગ લાગી હતી. આ હુમલામાં ઘાયલ જવાનને રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આતંકીઓની શોધમાં ઓપરેશન ચાલી રહ્યું છે.

આર્મી હેડક્વાર્ટર, નોર્ધન કમાન્ડના સત્તાવાર નિવેદન અનુસાર, આ વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાનો લાભ લઈને, અજ્ઞાત આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. સેનાને શંકા છે કે અજાણ્યા આતંકવાદીઓએ ટ્રક પર ગ્રેનેડ પણ ફેંક્યા હતા. જેના કારણે આગ લાગી હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને હુમલાની જાણકારી આપી હતી.

TIM Cook શોરૂમના ઉદ્ધાટન બાદ IPL જોવા પહોંચ્યા, સોનમ કપુરને સાથે લેતા ગયા

નેશનલ રાઈફલ્સ યુનિટમાં 5 જવાન તૈનાત હતા
સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે તૈનાત રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના પાંચ જવાનો આ હુમલામાં શહીદ થયા છે. સેનાના વાહનમાં આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને તેઓએ પણ સેનાના જવાનોની મદદ કરી હતી. સેનાના વાહનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તે દૂર દૂરથી જોઈ શકાતી હતી. આ જ કારણ છે કે આગમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા.

ADVERTISEMENT

poonch attack

સ્થાનિક લોકોની પૂછપરછ
પહેલા એવી માહિતી હતી કે આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે, પરંતુ થોડી જ વારમાં ચાર જવાનોના શહીદ થયાની ખબર સામે આવી. હવે આ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આતંકીઓ અંગે સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “પૂંચ જિલ્લામાં (જમ્મુ અને કાશ્મીર)ની દુર્ઘટનાથી દુખી છું. ભારતીય સેનાએ એક ટ્રકમાં આગ લાગવાથી તેના બહાદુર સૈનિકોને ગુમાવ્યા છે. આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ સાથે છે.”

ભરઉનાળે ધારાસભ્ય ધાબળા વહેંચવા નિકળ્યાં, લોકોએ નેતાજીની બુદ્ધીને આપી રહ્યા છે સલામી

પાકિસ્તાને આ જાહેરાત કરી છે
આ આતંકી હુમલો એવા દિવસે થયો હતો જ્યારે પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તેના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આવતા મહિને ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારતની મુલાકાતે આવશે.

पुंछ में आतंकियों ने सेना के वाहन को बनाया निशाना.

23-24 મેના રોજ કાશ્મીરમાં G-20 પ્રવાસન બેઠક યોજાશે
હકીકતમાં જી-20 ટુરિઝમ મીટ કાશ્મીરમાં 23-24 મેના રોજ યોજાવાની છે. ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસ પહેલા કાશ્મીર ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ‘સુરક્ષામાં કોઈ ઢીલી નીતિ ના હોવી જોઈએ કે, જેથી પાકિસ્તાનને કોઈ તક ન મળે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સ બનાવવાનો પ્રયાસ કરશે. G-20 સમિટને ધ્યાનમાં રાખીને તે અમને તમામ પ્રકારનું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગયા અઠવાડિયે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે 11 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા. ત્રણેય ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના સૈનિક હતા.

    follow whatsapp

    ADVERTISEMENT