કાલે મારુ સભ્યપદ રદ્દ થાય તો શું BJP ના તમામ નેતાઓ કાળા કપડા પહેરી રોડ પર ઉતરશે?

ADVERTISEMENT

Hemanta about Congress
Hemanta about Congress
social share
google news

નવી દિલ્હી : અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વસરમાએ બુધવારે વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવાયા બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનની મંશા પર જ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કાલે જો કોર્ટ મને કોઇ વસ્તુમાં દોષીત ઠેરવે છે, તો શું ભાજપના ધારાસભ્ય કાળા કપડા પહેરશે અને પ્રદર્શન કરશે? નહી. અમે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ કે સત્ર કોર્ટમાં જઇશું. પરંતુ અમે ન્યાયપાલિકાની અવહેલના નહી કરીએ. આ પ્રવૃતી ભારતીય લોકશાહી માટે જરા પણ સારી નથી.

કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોંગ્રેસનો દેશવ્યાપી હોબાળો
કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રાહુલ ગાંધીને લોકસભાનું સભ્યપદમાંથી અયોગ્ય ધોષિત કરવામાં આવવાના વિરોધમાં કોંગ્રેસના કાર્ય સ્થગનના પ્રસ્તાવની નોટિસ મુદ્દે અસમ વિધાનસભામાં બુધવારે ભારે હોબાળો થયો હતો. હોબાળાને કારણે વિધાનસભા અધ્યક્ષ બિસ્વજીત દૈમારીએ બે વખત સદનની કાર્યવાહી અટકાવી અને કોંગ્રેસનાં બે ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યને આખા દિવસ માટે સદનની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ સ્વરૂપે કાળા કપડા પહેરીને સદનમાં પહોંચ્યા હતા.

બિસ્વ સરમાએ કહ્યું, રાહુલ ગાંધીનું જ માન નથી રાખી રહ્યા કોંગ્રેસી
નેતા વિપક્ષ દેવવ્રત સૈકિયાના કાર્ય સ્થગનના પ્રસ્તાવનો વિરોધ કરતા મુખ્યમંત્રી હિમંત વિસ્વ સરમાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું કોંગ્રેસ રાહુલ ગાંધીના વિચારોનો વિરોધ નથી કરતતી, જેમણે આ અધ્યાદેશની કોપી ફાડી નાખી હતી. જે તેમને બચાવી શકતી હતી. ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષે કાર્ય સ્થગન પ્રસ્તાવને ફગાવી દીધો. મુખ્યમંત્રીએ કહ્યું કે, હું અખિલ ગોગોઇ અને કમલાખ્યા ડે પુરસ્કાયસ્થ પાંચ એપ્રીલ સદનની સંપુર્ણ બેઠક માટે નિલંબિત કરવાનો પ્રસ્તાવ રજુ કરુ છું. અસમ વિધાનસભાનું બજેટ પાંચ એપ્રીલે પુર્ણ થવાનું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT