કમ્પાઉન્ડરમાંથી જીવા કેવી રીતે કુખ્યાત ગેંગસ્ટર બન્યો…જાણો સંજીવ મહેશ્વરીની ક્રાઇમ કુંડળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ખેતી અને કુખ્યાત ગુનેગારો… ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર આ બે કારણોને લીધે ઘણીવાર ચર્ચામાં રહે છે. 90ના દાયકામાં આ વિસ્તારમાંથી એક કુખ્યાત ગેંગસ્ટર તૈયાર થયો. નામ હતું સંજીવ મહેશ્વરી, જેણે પાછળથી ગુનાની દુનિયામાં પોતાની ઓળખ સંજીવ જીવા તરીકે બનાવી.

મુઝફ્ફરનગરના રહેવાસી સંજીવ શરૂઆતના જીવનમાં કમ્પાઉન્ડર હતો. નોકરી પર હતો ત્યારે જ તેણે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશવાનું સ્વપ્ન આવ્યું અને તેણે તેના દવાખાનાના સંચાલકનું અપહરણ કર્યું. આ ઘટના પછી તેનો ઉત્સાહ વધી ગયો અને 90ના દાયકામાં જીવાએ કોલકાતાના એક બિઝનેસમેનના પુત્રનું અપહરણ કર્યું. તેણે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ તે સમય હતો જ્યારે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવી એ મોટી વાત હતી.

આરીતે આવ્યો અંસારીના સંપર્કમાં
સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવા પણ મુખ્તાર અંસારીના શૂટર રહી ચૂક્યો છે. મુખ્તાર સાથેના તેમના સંગાથની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. 10 ફેબ્રુઆરી, 1997 ના રોજ ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યામાં પણ સંજીવ જીવાનું નામ સામેલ હતું. આ હત્યા કેસમાં જીવાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી જીવા મુન્ના બજરંગી ગેંગમાં જોડાઈ ગયો. અહીંથી તે મુખ્તાર અંસારીના સંપર્કમાં આવ્યો હતો.

ADVERTISEMENT

કૃષ્ણાનંદ હત્યા કેસમાં પણ સંડોવાયો 
એવું કહેવાય છે કે મુખ્તાર અંસારી નવા હથિયારોનો શોખીન હતો અને સંજીવ જીવા પોતાની યુક્તિઓથી આ હથિયારોની હેરાફેરી કરવામાં માહેર હતો. તેમની આ વિશેષતાને કારણે સંજીવને મુખ્તારનું રક્ષણ મળ્યું. આ પછી કૃષ્ણાનંદ રાય હત્યા કેસમાં પણ જીવાનું નામ સામે આવ્યું હતું. જીવાએ ત્યારબાદ હરિદ્વારની નાઝીમ ગેંગમાં જોડાયો હતો. આ પછી તે સતેન્દ્ર બરનાલા ગેંગમાં જોડાયો. જોકે, અલગ-અલગ ગેંગ માટે કામ કર્યા પછી પણ સંજીવ સંતુષ્ટ ન થયો અને તેણે પોતાની ગેંગ બનાવવાનું નક્કી કર્યું.

જેલમાં બેસી ગેંગ મજબૂત કરી
ઘણા મોટા વ્હાઇટ કોલર અને મોટા ઉદ્યોગપતિઓના સંપર્કમાં હોવાથી જીવા જેલમાંથી જ યુપી અને દિલ્હીમાં ગુનાનો કારોબાર ચલાવતો હતો. જમીનો પર ગેરકાયદે કબજો જમાવીને ખંડણી માંગવાની વાત હોય કે પછી નવા છોકરાઓને પૈસા અને મિલકતનો લાલચ આપીને ગેંગને મજબૂત બનાવવાની વાત હોય. જીવા જેલમાં બેસીને આ બધા કામો અંજામ આપતા હતા.

ADVERTISEMENT

દબાણ કરીને સસ્તા ભાવે મિલકત ખરીદતો
સંજીવ જીવા જેલમાં હતો, પરંતુ બાગપતનો રહેવાસી અનુજ દોઘાટ તેના ગેરકાયદેસર કામોને સાંભળતો હતો. જીવના ગોરખધંધાઓ એવી મિલકતો પર નજર રાખતા હતા, જે વિવાદિત છે. આ પછી જીવા અનુજ દ્વારા સસ્તા ભાવે ખરીદી કરતો હતો અને દબાણ બનાવીને ખૂબ જ મોંઘા ભાવે વેચતો હતો.

ADVERTISEMENT

2017માં પત્નીને લડાવી ચૂંટણી
એવું પણ સામે આવ્યું છે કે ગેંગસ્ટર જીવાના પરિવારના સભ્યો પાસે મુઝફ્ફર નગર અને સહારનપુરમાં મોબાઈલ ટાવરનો કોન્ટ્રાક્ટ છે. ગુનાખોરીની દુનિયામાં નામ પ્રસ્થાપિત કર્યા બાદ જીવાએ રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો. વર્ષ 2017માં તેમણે તેમની પત્ની પાયલને રાષ્ટ્રીય લોકદળ તરફથી મુઝફ્ફરનગર બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. જોકે, પાયલ જીતી શકી ન હતી અને પાંચમા નંબરે રહી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT