તમામ શળાઓ-શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાઃ SCનો આદેશ

ADVERTISEMENT

સર્વોચ્ચ અદાલતે તમામ સરકારોને તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડ અને યુનિ નેપ્કિન્સ આપવા તેમજ તેમના સલામત અને આરોગ્યપ્રદ નિકાલની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતે તમામ સરકારોને તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડ અને યુનિ નેપ્કિન્સ આપવા તેમજ તેમના સલામત અને આરોગ્યપ્રદ નિકાલની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે તમામ સરકારોને તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડ અને યુનિ નેપ્કિન્સ આપવા તેમજ તેમના સલામત અને આરોગ્યપ્રદ નિકાલની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. જયા ઠાકુરની આ પીઆઈએલ પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડી વાલાની બેંચે કહ્યું કે તમામ રાજ્યોએ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે તેમની યોજના જણાવવી જોઈએ.

કેન્દ્ર સરકાર વતી એએસજી ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે આરોગ્ય સંભાળ એ રાજ્યની યાદીની બાબત છે. પરંતુ 2011 થી આ માટે કેન્દ્રીય યોજનાઓ પણ છે. આ અંતર્ગત અમે અમારી યોજનાઓ અને તેમની સંપૂર્ણ વિગતો અમારી નોંધ દ્વારા કોર્ટમાં રજૂ કરી છે.

અમરેલીઃ રહેણાંકી મકાનમાં ત્રાટક્યો દીપડો, કર્યો શિકાર, CCTV

રાજ્ય સરકારો જણાવે તેમની યોજનાઓ શું છે?
મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે તમામ સરકારોને માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓ માટે સુવિધા અને આરોગ્યની સ્વચ્છતા માટે બનાવવામાં આવેલી યોજનાઓ પર ખર્ચવામાં આવેલા નાણાંની વિગતો આપવા પણ કહ્યું છે. એટલે કે, રાજ્ય સરકારોએ જણાવવું જોઈએ કે તેમની યોજનાઓ શું છે અને તેઓ કેન્દ્રની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના ભંડોળ તેમના પર ખર્ચ કરી રહી છે કે તેમની પોતાની આવકમાંથી. આ કવાયતને એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. હવે એક હિસાબ આપો કે માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થીનીઓની સુવિધા અને આરોગ્ય માટે તેઓએ શું, ક્યાં, કેટલા અને કેવી રીતે પૈસા ખર્ચ્યા છે?

ADVERTISEMENT

જિગ્નેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે વિવાદ, મેવાણી કેમ થયા ગુસ્સે જાણો ?

મફત સેનેટરી પેડ આપવાની અઠવાડિયામાં નીતિ ઘડોઃ સુપ્રીમ
દેશભરની શાળાઓમાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી પેડ આપવાના નિર્દેશની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં એક સમાન નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડી વાલાની બેંચે કહ્યું કે આ ગંભીર મુદ્દા પર કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ સામેલ કરે તે જરૂરી છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ બાબતોના મંત્રાલયના સચિવ આ સંબંધમાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો સાથે વાતચીત કરવા માટે નોડલ અધિકારી હશે. બધા સાથે પરામર્શ કર્યા પછી, કેન્દ્ર ત્રણ મહિનામાં અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT