‘ગદર 2’ ફિલ્મ વિવાદના વંટોળમાં ફસાઈ, થઈ શકે છે કાનૂની કાર્યવાહી

ADVERTISEMENT

'ગદર 2' ફિલ્મ વિવાદના વંટોળમાં, આ કારણે થઈ શકે છે કાનૂની કાર્યવાહી
'ગદર 2' ફિલ્મ વિવાદના વંટોળમાં, આ કારણે થઈ શકે છે કાનૂની કાર્યવાહી
social share
google news

નવી દિલ્હી: બોલિવૂડમાં આજકાલ જેટલી પણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેમાંથી ઘણી ફિલ્મો કોઈને કોઈ કારણસર વિવાદોમાં સપડતી જોવા મળે છે. ‘આદિપુરુષ’માં VFX અને સૈફ અલી ખાનના રાવણ લુકને લઈને વિવાદ થયો હતો. હવે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ પણ વિવાદમાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચકુલાના ગુરુદ્વારામાં સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ના શૂટિંગમાં કેટલાક આવા વાંધાજનક દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. જેના કારણે વિવાદ વધી રહ્યો છે. MDC, પંચકુલામાં સ્થિત ગુરુદ્વારા શ્રી કુહાની સાહિબના મેનેજમેન્ટે આ અંગે માહિતી આપી છે.

ગુરુદ્વારા સાહિબના મેનેજર સતબીર સિંહ અને સેક્રેટરી શિવ કંવર સિંહ સંધુએ ફિલ્મ ‘ગદર 2’ના શૂટિંગ વિશે જણાવ્યું કે ફિલ્મની ટીમ અહીં શૂટિંગ માટે આવી હતી. તેમનું સેવાકીય વલણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વીડિયો પોસ્ટ વાયરલ થયો હતો, જેમાં જોવામાં આવ્યું હતું કે સની દેઓલ ગુરુદ્વારા સાહિબની અંદર કંઈક વાંધાજનક કૃત્ય કરી રહ્યો છે.

જાણો શું છે વાંધાજનક
“આ ઘટનાથી ગુરુદ્વારાના સંચાલકો અને શીખ સંગતને દુઃખ અને વેદના થઈ છે. શૂટિંગને લઈને અમારો કોઈ ખરાબ ઈરાદો નહોતો. શૂટીંગની પરવાનગી બૈસાખીનો તહેવાર બતાવવા માટે લેવામાં આવી હતી. અંદર ચુંબન કર્યું અને ગળે લગાવ્યું. આ ખોટું છે. શુટીંગ દરમિયાન વાંધાજનક ઘટના બની હતી જેની અમને પહેલા જાણ નહોતી.પરંતુ વિડીયો જોયો ત્યારે ખબર પડી 20 મેના રોજ થઈ હતી.”

ADVERTISEMENT

22 વર્ષ બાદ બની ગદરની સિક્વલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલે ફિલ્મોમાં કમબેક કર્યું છે. જોકે તે વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરે છે. તે બોક્સ ઓફિસ પર પણ કંઈ ખાસ પ્રદર્શન કરે તેવું લાગતું નથી. ગયા વર્ષે તેની ફિલ્મ ‘ચુપ’ આવી હતી. જેમાં સનીએ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે અભિનેતાની ફિલ્મ ‘ગદર 2’ આવી રહી છે જે ‘ગદર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં અમીષા પટેલ પણ લીડ રોલમાં જોવા મળશે. 22 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બની છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેનું ટ્રેલર પણ સામે આવશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT