દેશમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 4 દિવસમાં મૃત્યુ દરમાં થયો 200 ટકાનો વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. વધતાં જતાં કોરોના સંક્રમણના સંદર્ભમાં ભારત પહેલાથી જ વિશ્વના ટોપ-10 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. હવે મૃત્યુના મામલામાં ભારત પણ ટોપ-10 દેશોમાં સામેલ થઈ ગયું છે.

આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં  4,435 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. છેલ્લા 163 દિવસના આંકડામાં આ સૌથી વધુ છે. આ સાથે દેશમાં એકટિવ કેસની સંખ્યા 23 હજાર 91 પર પહોંચી ગઈ છે. એટલે  23,091 એવા દર્દીઓ કે જેઓ હજુ સારવાર હેઠળ છે.

24 કલાકમાં 15 મોત, ચાર દિવસમાં 40 લોકોએ જીવ ગુમાવ્યા
કોરોનાને કારણે મૃત્યુઆંક પણ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી કેરળ અને મહારાષ્ટ્રમાં ચાર-ચારના મોત થયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી અને રાજસ્થાનમાં એક-એક કોરોના સંક્રમિત વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ 30 હજાર 916 લોકોના મોત થયા છે.

ADVERTISEMENT

ચાર દિવસમાં મૃત્યુ દરમાં 200 ટકાનો વધારો
આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા ચાર દિવસમાં મૃત્યુ દરમાં 200 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 40 લોકોએ જીવ ગુમાવ્યા. 1 એપ્રિલે પાંચ લોકોના મોત થયા હતા. 2 એપ્રિલે 11, 3 એપ્રિલે નવ અને 4 એપ્રિલે 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

4 એપ્રિલે મૃત્યુના મામલામાં ભારત ફરીથી વિશ્વના ટોપ-10 દેશોમાં સામેલ થયું છે 

ADVERTISEMENT

  • જર્મની-  110
  • અમેરિકા- 54
  • રશિયા- 38
  • પોલેન્ડ- 17
  • મોલ્ડોવા- 17
  • પેરુ- 16
  • ભારત- 15

અત્યાર સુધીમાં કોરોનાથી 98.76 ટકા લોકો સાજા થયા
દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડ 47 લાખ 33 હજાર 719 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 0.05 ટકા દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. 98.76 ટકા લોકો સાજા થયા છે. 1.19 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દૈનિક પોઝિટીવીટી રેટ  વધીને 3.38 ટકા થયો છે. સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 2.97 ટકા વધ્યો  છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડ કોવિડ ડોઝ આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT