કોંગ્રેસે ચલાવ્યો #CRYPM અભિયાન: દેશના પહેલા PM જે લોકોની સમસ્યા જાણવાને બદલે પોતાની સમસ્યાઓ કહીને રડવા લાગે છે
બેંગ્લુરૂ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે એવામાં ચૂંટણી પ્રચાર પણ પોતાના ચરમ પર છે. કોંગ્રેસ ભાજપ અને પીએમ મોદી પર હુમલા કરવા માટેની એક…
ADVERTISEMENT
બેંગ્લુરૂ : કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં છે એવામાં ચૂંટણી પ્રચાર પણ પોતાના ચરમ પર છે. કોંગ્રેસ ભાજપ અને પીએમ મોદી પર હુમલા કરવા માટેની એક નવી પદ્ધતી કાડી છે. પાર્ટીએ પેસીએમ ક્રાઇપીએમ પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પીએમ મોદીને ટાર્ગેટ કરીને પોતાનું અભિયાન ચલાવી રહ્યા છે. કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીની તસ્વીર ઉપર એક ક્યુઆર કોડ બહાર પાડ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકર્તા પ્રિયંકા ગાંધીનું તે નિવેદન પર શેર કરી રહ્યા છે. જેમાં તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, મે પહેલા એવા વડાપ્રધાન જોયા છે જે જનતાની સામે રડીને કહે છે કે, તેને ગાળો આપવામાં આવી રહી છે. પ્રિયંગા ગાંધીએ આ નિવેદન બાગલકોટેની રેલીમાં આપ્યું હતું. ત્યાર બાદ ટ્વિટર પર પણ #CryPMpayCM ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
ટ્વીટર પર અનેક યુઝર મીમ પણ શેર કરવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પીએમ મોદી અંગે કહ્યું હતું કે, તે ઝેરી સાપ જેવા છે. તેમણે કહ્યું હતું કે, તમે વિચારી પણ નહી શકો કે આ ઝેરછે કે નહી, પરંતુ જો તમે તેને ચાટો છો તો તમે મરી જશો. ત્યાર બાદ ભાજપ નેતા અમિત માલવીયએ કહ્યું હતું, કોંગ્રેસનું સ્તર સતત નીચે પડતું જઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના નેતા મને અલગ અલગ પ્રકારની ગાળો આપે છે. અત્યાર સુધી 91 વખત ગાળો ભાંડી ચુક્યા છે પરંતુ જનતાએ તેમને વારંવાર નકારી દીધા છે.
પીએમ મોદીએ નિવેદનનો જવાત આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “91 ગાળ તો એક જ પેજમાં આવી જશે પરંતુ જો અમે પોતાના પરિવારને આપવામાં આવતી ગાળોની યાદી બનાવે તો પુસ્તક છપાવવી પડશે. તેમણે કહ્યું કે, અમે અનેક વડાપ્રધાન જોયા. ઇંદિરા ગાંધીજીએ દેશ માટે જીવ આપી દીધો. રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું. જો કે નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન છે ચે તમારી પાસે આવીને તમારા દુખ સાંભળવાના બદલે પોતાના દુખો રડવા લાગે છે. રડવા લાગે છે.”
ADVERTISEMENT
ADVERTISEMENT