મધ્યપ્રદેશના CM પોતાની પહેલી જ ચૂંટણી હાર્યા, માત્ર 5 જ મત્ત મળતા ચકચાર

ADVERTISEMENT

Madhypradesh CM
Madhypradesh CM
social share
google news

નવી દિલ્હી : ભારતીય કુશ્તી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષ તરીકે સંજય સિંહ ચૂંટાયા હતા. તેમને બૃજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે. બીજી તરફ ઉપાધ્યક્ષ પદ પર પશ્ચિમ બંગાળના અસીત કુમાર સાહા, પંજાબના કરતારપુર સિંહ, મણિપુરના એન ફોને અને દિલ્હીના જયપ્રકાશની પસંદગી થઇ હતી. આ ચૂંટણીમાં મોહન યાદવ હારી ગયા હતા. તેમને માત્ર પાંચ જ મત મળ્યા હતા.

મધ્યપ્રદેશના સીએમ બનતાની સાથે જ મોહન યાદવ પહેલી ચૂંટણી જ હારી ગયા. તેઓ ભારતીય કુશ્તી સંઘના ઉપાઘ્યક્ષ ચૂંટણી લડી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય કુશ્તી સંઘ માટે ચાર ઉપાઘ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા. મોહન યાદવે પણ તેમાં ઉમેદવારી નોંધાવી હતી. ત્યા સુધી તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નહોતા બન્યા.

13 ડિસેમ્બર, 2023 જ્યા સુધી તેમની તાજપોશી થઇ હતી, ત્યા સુધી ઉમેદવારી પરત લેવાની તારીખ નિકળી ગઇ હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના અસીત કુમાર સાહા, પંજાબના કરતાર સિંહ, મણિપુરના કે એન ફોનો અને દિલ્હીના જયપ્રકાશ ઉપાધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા. આ ચૂંટણીમાં મોહન યાદવ હારી ગયા. તેમને માત્ર પાંચ જ મત મળ્યા હતા.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાલમાં મધ્યપ્રદેશ કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભારતીય કુશ્તી સંઘના ઉપાધ્યક્ષ છે. ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ સંજય સિંહની પસંદગી થઇ છે, તેઓ બૃજભૂષણ શરણસિંહના નજીકના માનવામાં આવે છે.

જાણો કયા પદ માટે કોણે ચૂંટણી લડી અને કેટલા મત મળ્યા
અધ્યક્ષ પદ માટે ઉત્તરપ્રદેશના સંજયકુમાર સિંહની પસંદગી થઇ છે. તેમને 40 મત મળ્યા છે. બીજી તરફ ઓરિસ્સાથી ચૂંટણી લડનારો અનીતાને માત્ર સાત મત મળ્યા અને તેઓ હારી ગયા. આ પ્રકારે વરિષ્ઠ ઉપાધ્યક્ષ પદ પર ચૂંટણી લડ્યા. અસમના દેવેંદરને 32 મત મળ્યા અને ગુજરાતના આઇડી નાણાવટીને 15 મત મળે છે.

ADVERTISEMENT

ઉપાધ્યક્ષ પદ માટે ચાર લોકોની પસંદગી થઇ હતી. પંજાબના કરતારસિંહને 44 મત મળ્યા છે. પશ્ચિમ બંગાળના અસિત કુમાર સાહાને 42 મત મળ્યા. મણિપુરના એન.ફોનીને 38 મત મળ્યા. દિલ્હીના જયપ્રકાશને 37 મત મળ્યા. એમપીના ડૉ. મોહન યાદવને માત્ર પાંચ મત મળ્યા અને તેઓ ચૂંટણી હારી ગયા.

ADVERTISEMENT

આ પ્રકારે પ્રધાન સચિવ પદ માટે ગુજરાતના પ્રેમચંદ લોચબને 27 મત અને ચંડીગઢના દર્શન લાલને 19 મત મળ્યા. સંયુક્ત સચિવ પદ માટે આંધ્રપ્રદેશના આર.કે પુરુષોત્તમને 36 મત, કર્ણાટકના બેલિપડી ગુણરંજન શેટ્ટીને 34 મત, હરિયાણાના રોહતાશ સિંહને 10 મત અને હિમાચલ પ્રદેશના કુલદીપ સિંહને 9 મત મળ્યા. કોષાધ્યક્ષ પદ માટે ઉતરાખંડના સત્યપાલસિંહ દેસવાલને 34 મત અને જમ્મુ કાશ્મીરના દુષ્યંત શર્માને 12 મત મળ્યા.

બીજી તરફ કાર્યકારી સભ્ય માટે ચૂંટણી લડેલા છત્તીસગઢના પ્રશાંત રાયને 37, ઝારખંડના રજનીશ કુમારને 37, તમિલનાડુના એમ લોગાનાથનનને 36, નાગાલેન્ડની નેવિકુઓલી ખાત્સીને 35, રાજસ્થાનના ઉમ્મેદસિંહને 34 મત, અસમના રતુલ સરમાને 9 અને જમ્મુ અને કાશ્મીરના અજય વૈદ્યને 8 મત મળ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT