શેહઝાદ પૂનાવાલાના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું એ કોંગ્રેસની માનસિકતા બની ચુકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સુરતની સેશન કોર્ટમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે રાહુલ ગાંધીને લઈ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ જે  ઓબીસી વિરોધી નિવેદન આપ્યું છે તેના પર માફી માગવાને બદલે ક્ષમા અરજી કરવાને બદલે કોર્ટેની વિરુદ્ધમાં સવાલ ઉઠાવ્યા છે. શું હજુ પણ કોંગ્રેસ સેશન્સ કોર્ટની સામે પણ સવાલ ઉઠાવશે? . શું તેની સામે પણ સવાલ ઉઠાવશે. બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું એ કોંગ્રેસની માનસિકતા બની ચુકી છે.

જાણો શું કહ્યું શેહઝાદ પૂનાવાલાએ
રાહુલ ગાંધીની અરજી સેશન્સ કોર્ટે ફગાવ્યાં બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ રાહુલગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આજે ફરી એકવાર રાહુલ ગાંધીને કોર્ટનો ઝટકો લાગ્યો છે. હવે સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીની અરજીને ડિસમિસ કરી દીધી છે. અર્થાત નીચલી અદાલતના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ જે ઓબીસી વિરોધી નિવેદન આપ્યું છે તેના પર માફી માગવાને બદલે ક્ષમા અરજી કરવાને બદલે કોર્ટેની વિરુદ્ધમાં સવાલ ઉઠાવ્યા છે. શું હજુ પણ કોંગ્રેસ સેશન્સ કોર્ટની સામે પણ સવાલ ઉઠાવશે? . શું તેની સામે પણ સવાલ ઉઠાવશે. શું આ કોર્ટના નિર્ણયનો પણ અનાદર કરશે. અને કાળા કપડા પહેરી કાળી માનસિકતા સાથે કોર્ટની વિરુદ્ધમાં ધરણા પર બેસી જશે. શું હજુ પણ જીભ કાપી નાંખવાની ધમકી આપવામાં આવશે. બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું એ કોંગ્રેસની માનસિકતા બની ચુકી છે.

કોંગ્રેસ પોતાને કાયદાથી વધારે માને છે
આ કોંગ્રેસનું ચરિત્ર બની ચુક્યુ છે અને પોતાને કાયદાથી વધારે માને છે. આ રાહુલ ગાંધીની અહંકારી માનસિકતા છે કે ઓબીસી સમાજનું અપમાન પણ કરશે અને કોર્ટ દોષિત જાહેર કરે તો કહેશે કે આ દ્વેષપૂર્ણ કાર્યવાહી છે. હવે રાહુલ ગાંધીએ ક્ષમમા માંગવાની કોશિષ કરવી જોઈએ. વારંવાર રાહુલ ગાંધીનું આવુ ચરિત્ર સામે આવે છે જેમાં તેઓ ખોટુ બોલે છે. અપમાનજનક નિવેદનો સામે આવે છે. અને કોર્ટની વિરુદ્ધમાં તેમની પાર્ટી સ્ટેન્ડ લઈ લે છે. શું આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હાથ જોડીને બંધારણીય સંસ્થાઓની માફી માંગશે.. ઓબીસી સમાજની માફી માંગશે. કે પછી આ કોર્ટ પર પણ ધમકી અને દબાવ નાંખવાનું કામ કરશે. જીભ કાપવાની ધમકી આપશે એ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT