BJP નેતાની ગોળી મારી હત્યા, હુમલાખોર ફાયરિંગ કરી થયા ફરાર
પશ્ચિમ બંગાળ: પૂર્વ બર્ધમાન જિલ્લામાં શનિવારે સાંજે ભાજપના એક નેતા અને વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ગાપુરના વેપારી રાજુ ઝા…
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળ: પૂર્વ બર્ધમાન જિલ્લામાં શનિવારે સાંજે ભાજપના એક નેતા અને વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ગાપુરના વેપારી રાજુ ઝા કોલકાતા જઈ રહ્યા હતા. આ દરમિયાન શક્તિગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આમરામાં એક મીઠાઈની દુકાનની બહાર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળના પૂર્વા બર્ધમાન જિલ્લામાં શનિવારે સાંજે કથિત રીતે એક વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દુર્ગાપુરના ભાજપના નેતા અને વેપારી રાજુ ઝા કોલકાતા જઈ રહ્યા હતા ત્યારે શક્તિગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અમરા ખાતે મીઠાઈની દુકાનની બહાર તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
અંધાધૂંધ ગોળીબાર થયો
પોલીસના જણાવ્યા અનુસાર, રાજૂ ઝા દુકાનની બહાર પોતાની એસયુવીમાં બેઠા હતા. ત્યારે એક કારમાં બે શખ્સો આવ્યા અને ભાજપના નેતા રાજૂ ઝા હુમલો કર્યો. એક આરોપીએ સળિયા વડે તેમની SUV કારના કાચ તોડી નાખ્યા, જ્યારે બીજાએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.
ADVERTISEMENT
ભાજપના નેતાનું ઘટના સ્થળે જ થયું મોત
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં ઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે હાજર અન્ય બે લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: Bihar: સાસારામમાં બોમ્બ બ્લાસ્ટ, નાલંદામાં ફાયરિંગ બાદ લાગ્યું કર્ફ્યુ
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણી પહેલા જોડાય હતા ભાજપમાં
ઘટનાની માહિતી મળતાજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હોટલ બિઝનેસ સાથે જોડાયેલા રાજૂ ઝા ગત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. કોલસાની દાણચોરીના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT