ISI અને લશ્કર એ તોયબા સાથે હતો અતિકના સંબંધો, કઇ રીતે બોર્ડર પરથી કરતો દાણચોરી બધુ જ કબુલ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગુરુવારે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર રખાયા હતા. આ દરમિયાન સમગ્ર કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચુક્યું હતું. વકીલોની ભારે ભીડ વચ્ચે બંન્નેને કોર્ટમાં પ્રોડ્યુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે અંગે દલિલ આપતા અતીકના વકીલે કહ્યું કે, અતીકની તબિયત સારી નથી જેથી તેમના રિમાન્ડ મંજૂર ન કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. જો કે કોર્ટે બંનેના ચાર-ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.

ISI અને લશ્કર સાથે મારા સંબંધો છેઃ અતીક અહેમદ
આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. ચાર્જશીટની કોપી અનુસાર અતીક અહેમદે કબૂલ્યું કે તેના આઈએસઆઈ અને આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા સાથે ગાઠ સંબંધ હતા. તે પાકિસ્તાનમાંથી હથિયારો મેળવતો હતો. પંજાબમાંથી ડ્રોન દ્વારા જે હથિયારો નિશ્ચિત સ્થળ પર ડ્રોપ કરવામાં આવતા હતા તે હું ખરીદતો હતો. અતીકે કબૂલ્યું હતું કે તેની પાસે હથિયારોની કોઇ કમી નહોતી. એક નાની મોટી આર્મી જેટલા હથિયારો તેની પાસે હતા. કેટલાક કિસ્સાઓમાં જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓને પણ આ જ પ્રકારે હથિયારો પુરા પાડવામાં આવે છે. અતીકે સ્વિકાર્યું કે, જો તેને તે સ્થળોએ લઈ જવામાં આવે તો તે પૈસા, હથિયારો અને કારતુસ સહિત અનેક હથિયારો રિકવર કરી શકે છે.

જેલમાંથી સ્થળ જણાવવું શક્ય નથીઃ અશરફ
ચાર્જશીટ અનુસાર અશરફ અહેમદે કહ્યું કે, જેલમાં બેસીને હથિયાર અને કારતૂસ ક્યાં રાખવામાં આવ્યા છે તે અંગે તે ચોક્કસ કહી શકે નહી. હું અમુક જગ્યાઓ વિશે જાણું છું અને ભાઈ અતીક પાસે અમુક જગ્યાઓ વિશે માહિતી છે. આ જગ્યાઓ ખેતરોમાં બનેલા ફાર્મ હાઉસો જેવી હોય છે. હથિયાર ક્યાં છે ત્યાં જઈને જ કહી શકાય તેમ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT