અતિક અહેમદ પુત્ર અસદના અંતિમ સંસ્કારમાં નહી રહી શકે હાજર, કોર્ટે અરજી ફગાવી દીધી
નવી દિલ્હી : એક સમયે જેના નામથી આખુ ઉત્તરપ્રદેશ થથરતું હતું. જો કે હવે આ અતિક અહેમદના હાડકા એવા ખોખરા થઇ ચુક્યા છે કે, તેના…
ADVERTISEMENT
નવી દિલ્હી : એક સમયે જેના નામથી આખુ ઉત્તરપ્રદેશ થથરતું હતું. જો કે હવે આ અતિક અહેમદના હાડકા એવા ખોખરા થઇ ચુક્યા છે કે, તેના પુત્રનુ એન્કાઉન્ટર થઇ ચુક્યું છે. જો કે પોતાના પુત્રની અંતિમ ક્રિયામાં પણ તે હાજર રહી શકે તેમ નથી.વાતાવરણ એવું છે કે તે પોતે પણ હવે યુપી આવતા ગભરાય છે. વારંવાર તે તેને ગુજરાતની જેલમાં જ રાખવામાં આવે તેવી વિનંતી કરતો રહે છે. જો કે હાલમાં જ તેના પુત્રનું એન્કાઉન્ટર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે હવે અતિક યુપીમાં હોવા છતા પણ પોતાના પુત્રની અંતિમ ક્રિયામાં હાજર નહી રહી શકે.
કાયદાકીય દાવપેચના કારણે માફિયા પોતાના પુત્રને અંતિમ વિદાય નહી આપી શકે
કાયદાકીય દાવપેચના કારણે માફિયા અતીક અહેમદ તેના પુત્ર અસદની અંતિમ યાત્રામાં હાજર રહી શકશે નહીં. તેને પોતાના પુત્ર અસદના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની પરવાનગી મળી શકી નથી. એન્કાઉન્ટરના સમાચાર ત્યારે આવ્યા જ્યારે તે કોર્ટ રૂમમાં હાજર હતો. તે જ સમયે ઝાંસીમાં અસદ અને ગુલામ હસનનો સામનો થયો હતો. આ સમાચાર મળતાં જ વકીલોએ સમગ્ર કોર્ટ પરિસરમાં જય શ્રી રામ અને યોગી ઝિંદાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
મારા કર્મોની સજા મારા પુત્રને મળી રહી છે અતિક સમાચાર સાંબળતાની સાથે જ બોલ્યો
કોર્ટરૂમમાંથી બહાર આવ્યા બાદ અશરફે અતીકને અસદ અને ગુલામના એન્કાઉન્ટર વિશે જણાવ્યું, તો માફિયા થોડા સમય માટે પરેશાન થઈ ગયો હતો. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું કે, આ બધું મારા કારણે થયું છે. મારા કૃત્યની સજા મારા પુત્રને મળી છે. આ પછી તેણે પોતાના વકીલ મારફતે કોર્ટ પાસે પુત્રના અંતિમ સંસ્કારમાં જવા દેવા માટે કોર્ટ છુટ આપે તેવી પરવાનગી માંગી હતી. જો કે કોર્ટે પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ અરજીનો તત્કાલ નિકાલ કરી નાખ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT