Monsoon Session પહેલા સર્વદળીય બેઠક, વિપક્ષની માંગ પર કેન્દ્ર સરકાર ચર્ચા માટે તૈયાર
Parliament’s Monsoon Session 2023: 20 જુલાઇથી શરૂ થઇ રહેલા મોનસુન સત્ર અગાઉ બુધવારે (19 જુલાઇ) કેન્દ્ર સરકાર દ્વારા સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં…
ADVERTISEMENT
Parliament’s Monsoon Session 2023: 20 જુલાઇથી શરૂ થઇ રહેલા મોનસુન સત્ર અગાઉ બુધવારે (19 જુલાઇ) કેન્દ્ર સરકાર દ્વારા સર્વદળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સત્ર અંગેના અનેક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. સુત્રો અનુસાર કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક દરમિયાન તમામ દળોને માહિતી આપવામાં આવી કે, સરકાર મણિપુર મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. બીજી તરફ વિપક્ષે મોંઘવારી અંગે પણ ચર્ચાની માંગ ઉઠી છે.
દરેક મુદ્દે ચર્ચા માટે તૈયાર છે સરકાર
બેઠકમાં કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, સરકાર નિયમ હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા માટે પણ તૈયાર છે. 20 જુલાઇથી શરૂ થઇ રહેલા સંસદના મોનસુન સત્ર 11 ઓગસ્ટ સુધી ચાલશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તાળી બંન્ને હાથે વાગે છે, જો સરકાર ઇચ્છે છે કે, સંસદ ચાલે તો તેને વિપક્ષના મુદ્દાઓને સ્થાન આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોંગ્રેસે સત્રમાં મણિપુરની સ્થિતિ અંગે ચર્ચાની માંગ કરી છે.
બેઠક બાદ તમે સાંસદનું નિવેદન
આપ સાંસદ સંજયસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, બેઠકમાં મોદી સરકારથી દિલ્હીના કાળા અધ્યાદેશને પરત લેવાની માંગ ઉઠાવી હતી. સુપ્રીમ કોર્ટના 5 જજોના ચુકાદો 8 દિવસમાં કઇ રીતે બદલી નાખવામાં આવ્યો? આખરે અધ્યાદેશ દ્વારા સંવિધાન સંશોધન કઇ રીતે હોઇ શકે છે?
ADVERTISEMENT
કુલ 31 બિલ રજુ કરવાની તૈયારી
સુત્રો અનુસાર સંસદના આ સત્રમાં જે બિલ રજુ કરવામાં આવશે. આ યાદીમાં સૌથી પહેલું બિલ દિલ્હી અંગે લાવવામાં આવ્યા. અધ્યાદેશ અંગેનો છે. કુલ 31 બિલ રજુ કરવાની તૈયારી છે. સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ તરફથી જયરામ રમેશ, પ્રમોદ તિવારી, અપના દલની અનુપ્રિયા પટેલ, સપામાંથી રામગોપાલ યાદવ અને એસટી હસન, એઆઇડીએમકે તરફથી થમ્બો દરુઇ, આપ તરફથી સંજય સિંહ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલ, આરજેડી તરફથી એડી સિંહ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને એનકે પ્રેમચંદન પહોંચ્યા.
સર્વદળીય બેઠક બોલાવવાની પરંપરા
સંસદના સત્ર પહેલા સર્વદળીય બેઠક બોલાવવાની પરંપરા રહી છે, જેમાં અલગ દળ પોતાના મુદ્દાને રાખે છે. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની તરફથી પહેલા આ બેઠકને મંગળવારે આહ્વાહીત કરવામાં આવી હતી, જો કે વિપક્ષી દળો અને એનડીએની બે અલગ અલગ બેઠકોને કારણે અનેક દળોના નેતા હાજર નહોતા.
ADVERTISEMENT
ADVERTISEMENT