PAKISTANમાં અડધી રાત્રે સંસદ ભંગ, જેલમાં ઈમરાન ખાન, ચૂંટણી લડવા પર સસ્પેન્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ત્યાં અડધી રાત્રે સંસદને અચાનક ભંગ કરી દેવામાં આવી છે. એવી ધારણા છે કે આગામી ત્રણ મહિનામાં ત્યાં ચૂંટણી યોજાઈ શકે છે. આ દરમિયાન એક મોટો સવાલ ઉભો થયો છે કે શું પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે કે નહીં. કારણ કે 70 વર્ષના ઈમરાન ખાન હાલ પાકિસ્તાનની જેલમાં છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં તેને 3 વર્ષની સજા થઈ છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડા પ્રધાન શહબાઝ શરીફની સલાહ પર બુધવારે મધ્યરાત્રિએ સંસદ ભંગ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીને પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. આ સાથે જ શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે.

સંસદના ભંગ કરવાને લઈને જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે 12 ઓગસ્ટે સમાપ્ત થવાનો હતો.

ADVERTISEMENT

જણાવી દઈએ કે શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિ અલ્વીને પત્ર લખીને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. કલમ 58 હેઠળ, જો રાષ્ટ્રપતિ સંસદને ભંગ કરવાની વડા પ્રધાનની ભલામણના 48 કલાકની અંદર વિધાનસભાનું વિસર્જન નહીં કરે, તો તે આપોઆપ વિસર્જન થઈ જશે.

વચગાળાના PMનું નામ ત્રણ દિવસમાં નક્કી થશે

બંધારણ હેઠળ, શેહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા પાસે કાર્યપાલક વડા પ્રધાનનું નામ નક્કી કરવા માટે ત્રણ દિવસનો સમય છે. જો વચગાળાના વડાપ્રધાન માટેના નામ પર સહમત ન થઈ શકે, તો આ મામલો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા રચાયેલી સમિતિને મોકલવામાં આવશે. આ સમિતિ ત્રણ દિવસમાં વચગાળાના વડાપ્રધાનના નામ પર મહોર લગાવશે.

ADVERTISEMENT

પરંતુ જો કમિટી પણ નિર્ધારિત સમયમાં નિર્ણય લેવામાં અસમર્થ રહેશે તો વચગાળાના પીએમ માટેના ઉમેદવારોના નામ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. ચૂંટણી પંચ બે દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે.

ADVERTISEMENT

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે સંસદના નીચલા ગૃહના વિદાય સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝને મળશે, જેથી તેઓ વચગાળાના વડાપ્રધાનના નામ પર ચર્ચા કરશે.

શરીફે કહ્યું કે ત્રણ દિવસનો સમય છે, જે દરમિયાન સાથે મળીને ચર્ચા કરવામાં આવશે. જો ત્રણેય નામો પર સર્વસંમતિ નહીં બને તો વચગાળાના વડાપ્રધાન માટેના નામો પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) પાસે જશે.

પાકિસ્તાનનું બંધારણ જણાવે છે કે એસેમ્બલીના વિસર્જન પછી ત્રણ મહિનાની અંદર ચૂંટણીઓ થવી જોઈએ. જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળાની સરકાર દેશની બાબતોનું ધ્યાન રાખશે. જો કે કેરટેકર પીએમ કોણ હશે તેનું નામ હજુ નક્કી થયું નથી. નિયમો અનુસાર જ્યાં સુધી કેરટેકર પીએમની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શાહબાઝ શરીફ વડાપ્રધાન રહેશે.

તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે રાષ્ટ્રપતિ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું છે. આ પહેલા ગત વર્ષે એપ્રિલમાં તેમણે તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણ પર સંસદ ભંગ પણ કરી દીધી હતી. પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયને પલટી નાખ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT