ભાજપમાં મોટી ઉથલપાથલના સંકેત, અમિત શાહની આખી રાત બેઠક બાદ બેઠક
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખઈને ભાજપના સંગઠનમાં મોટા પરિવર્તનની શક્યતા છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ મોટા પરિવરતની સાથે સાથે ચૂંટણી હોય તે…
ADVERTISEMENT
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખઈને ભાજપના સંગઠનમાં મોટા પરિવર્તનની શક્યતા છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ મોટા પરિવરતની સાથે સાથે ચૂંટણી હોય તે રાજ્યોની ટીમોમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. સોમવારે રાત્રે 10 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, સંગઠન મહામંત્રી બી.એલ સંતોષ અને અનેક ઉચ્ચ પદાધિકારીઓની બેઠક પાર્ટી કાર્યાલય પર થઇ હતી. બીજા દિવસે મંગળવારે પણ આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઇ જે મોડી સાંજ સુધી ચાલતી રહી હતી. આ બેઠકમાં આ પરિવર્તન અંગે પણ ગંભીર વિચાર વિમર્શ થયો હતો. જેનું પરિણામ ઝડપથી જ મોટા પરિવર્તન તરીકે જોવા મળે તો નવાઇ નહી.
સુત્રો અનુસાર ભાજપને કર્ણાટકમાં મળેલા પરાજય બાદ પાર્ટી પોતાના સમીકરણોને એકવાર ફરીથી રિસેટ કરવાના મુડમાં છે. પાર્ટીના ઉચ્ચ નેતાઓનું માનવું છે કે, જે પ્રકારે કોંગ્રેસે લોકપ્રિય યોજનાઓની મદદથી હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં મતદાતાઓને પોતાની તરફ ખેંચ્યા છે તેનાથી 2024 માં પાર્ટીની સામે અનેક મોટા રાજ્યોમાં પણ પડકાર ઉભા થઇ શકે છે. જેને જોતા પાર્ટી પોતાની રણનીતિમાં ફેરફાર કરવા માંગે છે અને તે અંગે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
સૌથી વધારે પરિવર્તન આગામી વિધાનસભાને ધ્યાને રાખીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા મુદ્દે જોવા મળી શકે છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા થઇ રહેલી આ વિધાનસભા ચૂંટણીને 2024 ની સેમીફાઇનલની જેમ જોવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે, આ ચૂટણીની મહત્તા ખુબ જ વધી ચુકી છે. ભાજપ આ રાજ્યોમાં સારુ પ્રદર્શન કરી શકે 2024 માટે પોતાની દાવેદારીને મજબુત કરવા માંગે છે. જેને જોતા આ રાજ્યોમાં પાર્ટીના વિશેષ મોટા નેતાઓને મહત્વપુર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
નવા સમીકરણોમાં ભાજપ નવા સહયોગીઓની સાથે સામાજિક અને જાતીય સમીકરણોને સાધતા નવી યોજનાઓની મદદથી પોતાની વોટ બેંકને સાધનોની કવાયત કરી શકે છે. વડાપ્રધાન મોદી ઝડપથી કેટલીક અન્ય લોકપ્રિય જાહેરાતોની સાતે સામે આવી શકે છે. જેના કારણે વિપક્ષના પ્રહારોને ખમી શકાય છે. સંગઠનમાં પરિવર્તન તેની મહત્વની કડી સાબિત થઇ શકે છે. ભાજપના એક રાષ્ટ્રીય નેતાઓ INDIA TODAY સાથેની વાતમાં કરી કે, કેન્દ્ર સરકાર દલિતો, આદિવાસી, મહિલાઓ અને યુવાનોને પોતાની સાથે રાખીને આગળ વધવા અને આ વર્ગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની રણનીતિ અપનાવી રહી છે. તેની ખુબ જ સકારાત્મક અસર પણ જોવા મળી છે, જો કે નવા સમીકરણોમાં આ રણનીતિને ની ધાર આપવામાં આવશે.
અનુમાન લગાવાઇ રહ્યું છે કે, પરિવર્તનની આ પ્રક્રિયામાં સંગઠનના કેટલાક લોકોને સરકારમાં મોકલવામાં આવી શકે છે તો સરકાર સાથે કેટલાક નેતાઓને સંગઠનમાં લાવીને તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સંપુર્ણ પ્રક્રિયા આગામી થોડા દિવસોમાં પુર્ણ કરી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણી બાદ રાજનીતિક પરિદ્રશ્ય બદલાવાયું છે. નીતીશ કુમાર વિપક્ષની એકતા બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ કર્ણાટકના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે. રાહુલ ગાંધીના કેન્દ્ર પરના પ્રહારો વધારે સટીક થતા હોય તેવું લાગી રહ્યું છે. તેમની પરિપક્વતા પણ હવે આવી ચુકી છે. જેને જોતા હવે ભાજપ મોટા ફેરફારો સાથે ચૂંટણીમાં ઉતરવાની રણનીતિ બનાવી રહ્યું છે.
ADVERTISEMENT
કર્ણાટક ચૂંટણીમાં પરાજયમાંહોળીનું નાળીયેર પાર્ટી સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બન્યા હતા. પાર્ટીના રાજ્ય સ્તરીય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, બીએળ સંતોષ અને પ્રહલાદ જોશીએ પોતાના જુથના નેતાઓને વધારે પ્રાથમિકતા આપી અને અન્ય વર્ગોને નારાજ કર્યા હતા. જેનું પરિણામ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે નવા પરિવર્તનમાં આ નેતાઓની ભુમિકામાં પણ ફેરફાર થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT