ખેડૂતો માટે રાહતની ખબર, આવતીકાલથી નાફેડ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા/ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ઘટતા ભાવના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા ડુંગ ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે.

આ 3 APMCમાં ડુંગળીની ખરીદી શરૂ થશે
રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ દ્વારા ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદર APMCમાં આવતીકાલે 9મી માર્ચથી ડુંગળીની ખરીદી શરૂ કરશે.\

આ પણ વાંચો: બગસરામાં ભર ઉનાળે કરા પડ્યા, રસ્તા પર કાશ્મીરની જેમ બરફના થર જામ્યા, જુઓ VIDEO

ADVERTISEMENT

ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા નિર્ણય
રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે.

અગાઉ ખેડૂતોને ડુંગળીના વેચાણ સામે નજીવી રકમ મળી હતી
નોંધનીય છે કે, આ પહેલા જામનગર અને રાજકોટના ખેડૂતોના કિસ્સા સામે આવ્યા હતા. જેમાં રાજકોટના ખેડૂતને 472 કિલો ડુંગળીનું વેચાણ કરવાની સામે પૈસા મળવાની જગ્યાએ વાહન ખર્ચ અને મજૂર ખર્ચ મળીને રૂ.131 ચૂકવવા પડ્યા હતા. જ્યારે જામનગરમાં 166 કિલો ડુંગળીનું વેચાણ કરનારા ખેડૂતને માત્ર રૂ.10 ચૂકવાયા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT