વંદે ભારત ટ્રેનને લઈ સાંસદ મોહન કુંડારીયાનું મોટું નિવેદન, જાણો ક્યારે મળશે રાજકોટને ટ્રેન

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ : શહેરને ફાટક મુક્ત કરાવવા માટે આજરોજ મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પોરેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી.  બેઠકમાં રાજકોટમાં રેલવેની સુવિધા તથા ફાટકને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે બેઠક બાદ  સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે.

આ દરમિયાન સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રવાસીઓને રેલવેની વધુ સુવિધા મળે તે માટે મેં કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે. આગામી જૂન મહિના સુધીમાં વંદે ભારત ટ્રેનની સુવિધા અપાવવામાં આવશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે સિંગલ ટ્રેક હોવાથી વધુ ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને મળતી નથી. ત્યારે ટૂંક જ સમયમાં ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતા વધુ ટ્રેન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી છે.

રેલવેનું ભારણ ઘટતાં વધુ ટ્રેન મળશે
મોહન કુંડારિયાએ રેલવેને લઈ કહ્યું કે, રેલવેનું ભારણ ઘટશે પછી વધુ ટ્રેનો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. રાજકોટને ફાટક મુક્ત બનાવવા માટે આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંઢીયા પુલ અને દસ્તુર માર્ગનો બ્રિજ બનાવવાની રજૂઆત કરાઇ છે. બેઠકમાં સાંઢીયા પુલનું કામ વહેલું શરૂ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.ડી. માલવિયા કોલેજ પાસે ફાટક પર પણ બ્રિજ બનાવવામાં આવશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલના કાઉન્સિલરો કરે છે તોડપાણી, આપના પૂર્વ નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

રાજ્યસભાના સાંસદે લખ્યો હતો પત્ર
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં રેલવેની સુવિધા વધારવા માટે માગ કરી છે. સાંસદે પત્રમાં કહ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્રમાં છે તેથી રાજકોટ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવી જોઈએ. રાજકોટ-દ્વારકા, રાજકોટ-પોરબંદર, રાજકોટ-સોમનાથ રૂટને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. જેથી અનેક યાત્રિકોને ભારતીય રેલનું નવું સ્વરૂપ માણવા મળે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT