નડિયાદમાં ઓવરસ્પીડમાં બાઈક હંકાવનારા પુત્રના કારણે વિધવાને ફ્રેક્ચર થયું, દીકરા સામે જ કર્યો પોલીસ કેસ
નડિયાદ: એક વિધવા માતાએ પોતાના જ દીકરા વિરુદ્ધ ઓવર સ્પીડથી વાહન ચલાવવાની ફરિયાદ નોંધાવી છે. વિધવા મહિલા અગાઉ ઘણીવાર બેદરકારીથી પૂરપાટ વાહન ચલાવવા બદલ દિકરાને…
ADVERTISEMENT
નડિયાદ: એક વિધવા માતાએ પોતાના જ દીકરા વિરુદ્ધ ઓવર સ્પીડથી વાહન ચલાવવાની ફરિયાદ નોંધાવી છે. વિધવા મહિલા અગાઉ ઘણીવાર બેદરકારીથી પૂરપાટ વાહન ચલાવવા બદલ દિકરાને ઠપકો આપી ચૂકી હતી. જોકે દીકરો તેની વાત ક્યારેય નહોતો સાંભળતો દરમિયાન બાઈક પર બંને જતા હતા ત્યારે અકસ્માત થયો અને મહિલાને ખભાના ભાગે ઈજા પહોંચી. ત્યારે હવે માતાએ દીકરા સામે જ બેદરકારીથી ડ્રાઈવિંગ કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે.
દીકરા સાથે બહાર જતા બાઈકનો થયો અકસ્માત
વિગતો મુજબ, નડિયાદના દેગમ ફળિયામાં રહેતા 58 વર્ષના મીના પટેલના પતિનું આઠ મહિના પહેલા નિધન થઈ ગયું. આથી તે દીકરા આનંદ સાથે રહે છે જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રવિવારે મીના બહેન કોઈ કામથી નડિયાદ જઈ રહ્યા હતા.આથી તેમણે દીકરાને સાથે આવવા કહ્યું. આનંદની બાઈક ખરાબ હોવાથી તે મિત્રની બાઈક લાવ્યો અને મા-દીકરો બંને જઈ રહ્યા હતા. આ દરમિયાન તે બેદરકારીથી પૂરપાટ વાહન હંકારી રહ્યો હતો. મીનાબેને તેને ઘણીવાર ટોક્યો અને ધીમે બાઈક ચલાવવા કહ્યું.
ADVERTISEMENT
ઓવરસ્પીડમાં જતા બાઈકમાં બ્રેક મારતા સ્લીપ થઈ ગયું
પરંતુ આનંદે તેમની વાત ન સાંભળી. પૂરપાટ જતા બાઈકમાં આનંદ અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં બંને મા-દીકરાને ઈજા પહોંચી હતી. મીના બેનને ખભાના ભાગે ફ્રેક્ચર થઈ ગયું. ત્યારે તેમણે દીકરાને સુધારવા અને પાઠ ભણાવવા માટે ઓવરસ્પીડમાં બેદરકારીથી વાહન હંકારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT