વર્ષના પહેલા દિવસે, પહેલા દર્શન… પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, 2 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
શાર્દુલ ગજ્જર/હાલોલ: વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. જોકો નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત મહાકાળી માતાના આશીર્વાદ સાથે કરવા મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/હાલોલ: વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. જોકો નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત મહાકાળી માતાના આશીર્વાદ સાથે કરવા મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ભક્તો ઉમટ્યા હતા. આ વખતે ન્યૂયર શનિ-રવિની રજામાં આવતું હોવાના કારણે અંદાજે 2 લાખ જેટલા ભક્તો નવા વર્ષના આગમનને પગલે માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: મહેસાણાના વણોદમાં CMR કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગ મોડુ પહોંચતા કરોડોનું નુકસાન
2023ની શરૂઆત માતાજીના દર્શનથી
પાવાગઢમાં તાજેતરમાં જ માતાજીના મંદિરની કાયાપલટ કરાઈ છે અને મંદિરના જીણોદ્ધાર બાદ 500 વર્ષ બાદ પહેલીવાર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું. ત્યારે 2023ના પ્રથમ દિવસે જ ભક્તોનું ઘોડાપુર પાવાગઢ નિજ મંદિરમાં ઉમટ્યું હતું. મંદિરના જીણોદ્ધાર બાદ ગુજરાત સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. રવિવારે 2 લાખ જેટલા ભક્તો આવી પહોંચતા પગથીયાથી લઈને છેક મંદિરના પરિસર સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
રોપ-વેની ટિકિટ માટે કલાકો લાઈનમાં ઊભા રહ્યા લોકો
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે મંદિરના નવા પરિસરમાં એક સાથે 2000 લોકો દર્શન કરી શકે તેવી સુવિધા હોવાથી લોકોને દર્શનમાં સરળતા રહી હતી. જોકે રેપ-વેના સંચાલમાં અવ્યવસ્થાના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી ટિકિટ લેવા લાઈનોમાં ઊભા રહેવું પડ્યુ હતું.
ADVERTISEMENT
નવા વર્ષના પ્રથમ દિવસે પાવાગઢ મંદિરે 2 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા#Pavagadh #NewYear pic.twitter.com/nIdO04LtQX
— Gujarat Tak (@GujaratTak) January 2, 2023
ADVERTISEMENT