ભાજપનો આંતરિક વિવાદ બહાર આવ્યો? યુવા મોરચા પ્રમુખ સહિત 13 સભ્યોએ રાજીનામા ધરી દીધા…
ડાંગઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ભાજપની અંદર ભંગાણના સમાચારો સતત સામે આવી રહ્યા છે. આંતરિક વિવાદ પાર્ટીમાં એટલો વધી રહ્યો છે કે સુબીર તાલુકાના ભાજપ…
ADVERTISEMENT
ડાંગઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ભાજપની અંદર ભંગાણના સમાચારો સતત સામે આવી રહ્યા છે. આંતરિક વિવાદ પાર્ટીમાં એટલો વધી રહ્યો છે કે સુબીર તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત 13 સભ્યોએ એકસાથે રાજીનામા ધરબી દીધા છે. આના કારણે ભાજપમાં આંતરિક જુથવાદ બહાર આવી ગયો છે. ચલો આપણે કારણ સહિતની વિગતવાર માહિતી પર નજર કરીએ…
યોગ્ય માન સન્માન જળવાયું ન હોવાનું કારણ
ભાજપના યુવા મોરચાના પ્રમુખ જિગ્નેશ ભોયે સહિત 13 કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખ દશરથ પવારને રાજીનામું સોંપી દીધું છે. કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા 12 વર્ષથી પાર્ટીમાં સક્રિય હતા અને કાર્ય કરતા આવ્યા છે. પરંતુ પાર્ટી તરફથી તેમને જોઈએ એટલું માન સન્માન મળી રહ્યું નથી. આ કારણોસર તેમણે રાજીનામુ સોંપી દીધું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ADVERTISEMENT
ડાંગમાં આવ્યો રાજકીય ભૂકંપ
વધુ મળતી વિગતો પ્રમાણે પાર્ટીના આદેશ અનુસાર તેઓ કામ કરી રહ્યા હતા છતા સન્માન યોગ્ય રીતે ન જળવાઈ રહેતા કાર્યકર્તાઓ નારાજ હતા. તેમની નારાજગીના પગલે હવે તમામે એકસાથે રાજીનામુ સોંપી દીધું છે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત અન્ય 13 સભ્યોના રાજીનામા સોંપી દેવાથી ડાંગ જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો છે.
રાજીનામુ આપનારા કાર્યકર્તાઓ….
(1) યુવા મોરચા પ્રમુખ – જિગ્નેશ ભોયે
(2) ગણેશ એમ આહીર – જીલ્લા ઇન્ચાર્જ
(3) સંગીતા આહીર – કારોબારી સભ્ય
(4) અંદુભાઇ પવાર – સભ્ય
(5) જગન ઝેડ પવાર – સભ્ય
(6) રાજેશ લહેરી – સભ્ય
(7) કેશુભાઇ દેશમુખ – સભ્ય
(8) અશ્વિન સીરે – સભ્ય
(9) અશોક બાગુલ – સભ્ય
(10) સતિષ પવાર – સભ્ય
(11) સીલેશ સીરે – સભ્ય
(12) મધુભાઇ પવાર – સભ્ય
(13) સુભાષ પવાર – સભ્ય
(14) સુરેશ પવાર – સભ્ય
ADVERTISEMENT
With input- રોનક જાની
ADVERTISEMENT
ADVERTISEMENT