મોરબીને દર 21 વર્ષે નડી છે ‘ઘાત’, જિલ્લાને મળેલા શ્રાપની લોકમાન્યતા વિશે જાણો…
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ મોરબીનો કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન અનેક પરિવારો રજાના સમયે ઝૂલતા પુલ પર આવ્યા હતા અને…
ADVERTISEMENT
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ મોરબીનો કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન અનેક પરિવારો રજાના સમયે ઝૂલતા પુલ પર આવ્યા હતા અને એ તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું. નાના બાળકો, મહિલાઓના મોતની સાથે અનેક પરિવારો આ દુર્ઘટનામાં વિખેરાઈ ગયા છે. તેવામાં મોરબીને મળેલા શ્રાપની પણ એક લોકમાન્યતા ચર્ચામાં આવી રહી છે. એક શ્રાપના કારણે મોરબીમાં દર 21 વર્ષે આવી હોનારતો સર્જાતી હોવાની લોકમાન્યતા પણ છે. જોકે આ અંગે ગુજરાત તક કોઈ સત્તાવાર પુષ્ટિ કે દાવો કરી રહ્યું નથી, આ માત્ર એક લોકકથિત ઘટના છે. ચલો આપણે કથિત ઘટનાક્રમ પાછળની લોકમાન્યતા શું છે એના પર નજર કરીએ….
મોરબી વારંવાર આફતોથી બહાર આવ્યું છે…
મોરબીમાં સતત આફતોના વાદળ ઘેરાયેલા રહે છે. તેવામાં ભારે વિનાશની આગાહી અંગે લોકવાર્તાઓ અને લોકગીતોમા પણ ઉલ્લેખ કરાયો હોવાનું કહેવાય છે. મોરબીમાં દર 21 વર્ષે કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોવાનો સંયોગ સામે આવ્યો છે. જેમાં 1979માં મચ્છુ હોનારતે મોરબીને ધ્વસ્ત કરી નાખ્યું હતું. ત્યારપછી મોરબી ફરીથી ઉભું થયું જ હતું કે 2001મા પ્રચંડ ભૂકંપે ફરીથી મોરબીને હચમચાવી દીધી હતી. હવે 2022ની વાત કરીએ તો મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. ચલો આપણે આ 21 વર્ષના સંયોગ પાછળ કથિત લોકવાયકા પર નજર કરીએ…(ગુજરાત તક આ લોકવાયકાઓની પુષ્ટિ કરતું નથી)
ADVERTISEMENT
જાણો લોકવાયકાની કથિત વાર્તા…
મોરબીના રાજાને શ્રાપ મળ્યો હોવાની લોકકથા ઘણી પ્રચલિત છે. તેવામાં મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા આ અકસ્માતને કારણે શ્રાપની લોકવાર્તા પણ ઘણી ચર્ચિત થઈ છે. એવું કહેવામાં આવે છે કે મોરબીના રાજાના કુંવરને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. કુંવરે પાણી ભરવા ગયેલી આ યુવતીના આડે ઘોડો રાખીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કુંવરે આ દરમિયાન યુવતીને લગ્ન કરવા દબાણ પણ કર્યું હોવાના લોકવાયકા છે, આ દરમિયાન તેમણે એ યુવતીનો પાલવ પણ પકડ્યો નહોતો.
યુવતી ગભરાઈ ગઈ અને માનસિક દબાણ અનુભવવા લાગી…
લોકવાયકા પ્રમાણે યુવતી પર માનસિક દબાણ આવી ગયું હતું. તેને લાગ્યું કે કુંવરજી સાથે લગ્ન કરવાની તે ના પાડશે તો બળજબરી કરશે. વળી યુવતીના મત મુજબ જો પરજ્ઞાતિમાં તેણીએ લગ્ન કર્યા તો એમના પિતાની સમાજમાં ઈજ્જત જશે. આના કારણે પિતાને સમાજમાં ઝેર ન પીવું પડે એથી યુવતીએ મોટો નિર્ણય લીધો.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુવતીએ જાહેરતમાં ઝેર પી લીધું…
પિતાની ઈજ્જત ના ઉછળે અને કુંવરજી બળજબરી પૂર્વક લગ્ન કરશે એના ભયથી યુવતીએ જાહેરમાં ઝેર પી લીધું હતું. હાલ જ્યાં ત્રણ દરવાજા પાસે ગ્રીન ચોક છે ત્યાં યુવતીએ ઝેર પી લીધું હતું અને સતી થઈ ગઈ હતી. આ દરમિયાન તેણે ડૂબવાનો શ્રાપ પણ આ જગ્યાએથી જ આપ્યો હતો. ત્યારપછી અનેક હોનારતો સર્જાતા આ લોકવાયકા પ્રસરી ગયા છે.
3 ઘટના અને 21 વર્ષના એ સમય પછી ફરીથી ચર્ચિત થઈ લોકકથાઓ…
1979માં ભયાનક પૂર આવતા મચ્છુ ડેમ તૂટી ગયો હતો. આ દરમિયાન સમગ્ર મોરબીમાં પાણી ફરીવળ્યું હતું. જેમાં અનેક મકાનો ધરાશાયી થયા અથવા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારપછી 21 વર્ષ બાદ 2001ના એ ભૂકંપની હોનારતે શોકનું મોજુ પ્રસરાવ્યું હતું. હવે 2022 દરમિયાન ઝૂલતો પૂલ નદીમાં ખાબકી જતા સેંકડો લોકોના મોત થયા છે.
(નોંધઃ આ આર્ટિકલ માત્ર લોકવાયકા, લોકકથાઓ અને માન્યતાઓ પર આધારિત છે. આની અમે પુષ્ટિ નથી કરતા અથવા કોઈ સમાજની કે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પણ અમારો કોઈ હેતુ નથી.)
ADVERTISEMENT