ડિજીટલ ટ્રાન્જેક્શનમાં મહીસાગરની મહિલાએ વગાડ્યો ડંકો, સમગ્ર દેશમાં પ્રથમ આવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગરઃ ડિજીટલ ટ્રાજેક્શનમાં મહીસાગર જિલ્લાની જન સુવિધા કેન્દ્રની મહિલા સમગ્ર દેશમાં પ્રથમ આવી, ખાનપુર ગામની રહેવાસી મહિલાએ જન સુવિધા કેન્દ્ર પરથી નવેમ્બર મહિનામાં 25.05 લાખ રુપિયાનું ડિજીટલ ટ્રાન્જેકશન કર્યું હતું. અને ડિજીટલ ટ્રાન્જેક્શનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળતા શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જાગૃતિ પંચાલનું સન્માન કર્યું હતું.

મહીસાગરની મહિલાએ દેશમાં વગાડ્યો ડંકો
અડગ મનના માનવીને હિમલાય પણ નડતો નથી એ કહેવત સાર્થક કરી છે મહીસાગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી મહિલા જાગૃતિ પંચાલ કે પોતે પોતાના જન સુવિધા સેન્ટર પરથી નવેમ્બર માસમાં 25.05 લાખ રૂપિયાનું સૌથી વધારે ડિજિટલ ટ્રાન્જેક્શન કરી સમગ્ર દેશમાં મેળવ્યું પ્રથમ સ્થાન, ગુજરાતના શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોરે જાગૃતિ પંચાલનું આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સન્માન કર્યું હતુું,આ અગાઉ જાગૃતિ પંચાલ માર્ચ 2022માં ગુજરાતમાં પણ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પ્રથમ આવ્યા હતા.

બેંક સખી બની ગામની મહિલાઓને કરી મદદ
મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની વતની પંચાલ જાગૃતિ હેમંતકુમાર આજથી લગભગ છ વર્ષ પહેલા પોતાના જૂથ સાથે મિશન મંગલમમાં જોડાયા હતા એનઆરએલએમ મહીસાગર દ્વારા શરૂઆતમાં તેમણે ફોટો ફ્રેમની તાલીમ લીધી. ત્યારબાદ એનઆરએલએમના સહયોગથી પોતાની દુકાનમાં એલઇડી બલ્બ વેચવાના શરૂ કર્યા જેથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો તેમનો ઉત્સાહ જોઈને તાલુકાના ટી એલ એમ તથા સીસી બહેનોએ જાગૃતિને બેન્ક સખીની તાલીમ માટે માર્ગદર્શન આપ્યું અને બરોડા સ્વરોજગાર સંસ્થાન લુણાવાડામાં તાલીમ અપાવી. તાલીમ બાદ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મોટા ખાનપુર શાખામાં તેઓ બેંક સખી તરીકે જોડાયા અને પોતાની દુકાનમાં સીએસસી સેન્ટર પણ શરૂ કર્યું. બેન્ક સખી તરીકે તેમણે તેમના ગામની તથા બેંકના સર્વિસ વિસ્તારમાં આવતા અન્ય ગામોની બહેનોને સીસી લોન તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન અપાવી.બહેનોને સ્ટાર્ટઅપ માટે માર્ગદર્શન આપી મદદ કરી તદુપરાંત જે જૂથો બંધ કે મંદ હતા તેમને શરૂ કરાવ્યા.

ADVERTISEMENT

જાગૃતિ પંચાલે સીએસી સેન્ટર દ્વારા આધાર કાર્ડ તથા એટીએમ દ્વારા સોમ થી રવિ કોઈપણ પ્રકારની રજા વગર ૧૦૦૦૦ રૂપિયા સુધીનો ઉપાડ આપવાની કામગીરી શરૂ કરી જેથી ગામના તથા આજુબાજુના ગામડાના લોકો લુણાવાડા અથવા દૂરની રાષ્ટ્રીયકૃત બેંકમાં ગયા વગરજ ખાનપુર ખાતે ઉપાડ કરવા લાગ્યા જેથી ગામના લોકોનો સમય અને પૈસાનો બચાવ થવા લાગ્યો.

તમામ પ્રકારની સુવિધાઓ ગામના લોકોને મળી
ખાનપુર ગામના તથા આસપાસના ગામના વૃદ્ધો, મહિલાઓ અને બાળકો બેંકની લાંબી લાઈનમાં ઊભા રહ્યા વગર જ સરળતાથી જાગૃતિ પંચાલના સીએસસી સેન્ટર પરથી પૈસા ઉપાડી શકે છે તેમજ સીએસસી સેરન્ટર ઉપર લાઈટ બિલ, ઇ શ્રમ કાર્ડ, કિસાન સન્માન નિધિ નું કેવાયસી, એલ આઇ સી પોલીસીનું પ્રીમિયમ, ગેસ બુકિંગ વગેરે સરળતાથી કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર થઈ જાય છે જાગૃતિ પંચાલની પ્રમાણિકતા અને મિલનસાર સ્વભાવના કારણે તેમના સીએસસી સેન્ટર ઉપર ખાનપુર ગામના તથા આસપાસના ગામના ગ્રામજનો તમામ પ્રકારની સુવિધા મેળવે મેળવે છે અને આ તમામ પ્રકારની સુવિધાઓના એકજ જગ્યાએથી મળી જતા ગ્રામજનોનો સમય બચતા તેમને ખૂબજ મોટો ફાયદો થાય છે

ADVERTISEMENT

ડિજીટલ ટ્રાંઝેક્શનમાં ગુજરાતમાં પણ પ્રથમ
જાગૃતિ પંચાલ ડિજિટલ પેમેન્ટ ટ્રાંજેકશનમાં માર્ચ 2022 માં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન કરી ગુજરાત પ્રથમ રહ્યા હતા અને તે દિવસથીજ તેમણે મક્કમ નિરધાર કર્યો હતો કે આનાથી પણ વધુ સારું કામ કરી અને વધારામાં વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી સમગ્ર દેશમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા છે અને જેમાં તેમને સફળતા પણ મળી અને નવેમ્બર 2022માં ભારતભરમાં સૌથી વધુ 25.05 લાખનું પોતાના સીએસી સેન્ટર પરથી ટ્રાન્ઝેક્શન કરી સમગ્ર દેશમાં પ્રથમ રહ્યા છે જેનાથી સમગ્ર મહિસાગર જિલ્લા તેમજ ખાનપુર ગામનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે. એક મહિલા દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોર દ્વારા મહીસાગર જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન જાગૃતિ પંચાલને પ્રમાણપત્ર આપી તેમજ સાલ ઓઢાળી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

નોંધનીય છે કે, જાગૃતિ પંચાલ પોતે શિક્ષિત છે અને જેના કારણે તેમણે પોતે નક્કી કર્યું કે ઘરે બેસી રહ્યા વગર મહેનત કરી અને કંઈક નવું કરવામાં આવે જેથી પોતે પગભર થઈ પોતાના પતિને મદદરૂપ થઈ શકે અને આ મજબૂત મનોબળ સાથે તેઓ પોતે મિશન મંગલમમાં જોડાયા અને પરિશ્રમ કરતા તેમની સારી કાબેલિયતના કારણે તેઓ બેંક સખી તરીકે જોડાયા અને પોતાની દુકાનમાં સીએસસી સેન્ટર શરૂ કર્યું અને જેમાંથી તેમને સારી આવક પણ થવા લાગી છે અને પોતે આત્મનિર્ભર બન્યા છે અને પોતાના પરિવારને આર્થિક રીતે સમૃદ્ધિ તરફ લઈ જઈ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT