ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી સામે મહીસાગર પોલીસ એક્શન મોડમાં, મુદ્દામાલ સાથે 4 વેપારીની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર: ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. જેને લઈને મહીસાગર જીલ્લાની પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ પરના પ્રતિબંધનો અમલ કરાવવા કામગીરી શરૂ કરી દીધી હતી. આ અંતર્ગત એલસીબીએ ચાઈનીઝ દોરી સાથે 4 લોકોને ઝડપી પાડ્યા છે.

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ તહેવાર કોઈ જાનહાનિ વગર ઉજવવામાં આવે તેમાટે ખડે પગે છે.આ દરમિયાન મહીસાગર જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 4 શખ્સોને એલસીબીએ જાહડપી પડ્યા છે. આ તમામ લોકો પાસે થી પાસેથી મળીને કુલ રૂ. 25600નો મુદ્દામાલ ઝડપી પડ્યો છે.એલસીબી પોલીસે મહીસાગર જિલ્લાના બે અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત દોરીની 64 ફીરકી જપ્ત કરી છે

ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉત્તરાયણ પર્વ નજીક આવતાં પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીનું કેટલાક વેપારીઓ દ્વારા ખાનગી રાહે વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મહીસાગર એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે અલગ અલગ જગ્યાએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરતા કુલ 4 શખ્સોને ઝડપી લઈને ચાઈનીઝ દોરીની 64 નંગ ફીરકી રૂ. 25,600નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુધ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

મહીસાગર એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન નવા રાબડીયા પ્રજાપતિ ફળિયામાં રહેણાંક મકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં આરોપી ગોવિંદભાઈ નાથાભાઈ પ્રજાપતિને 48 ફીરકી સાથે ઝડપી રૂ. 19800નો મુદ્દામાલ કબજે લઈ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત હાડોડ ગામેથી આરોપીઓ જયદીપ બકોરભાઈ રોહિત અને હરદીપસિંહ કનકસિંહ ચૌહાણ આમ કુલ ત્રણની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 16 નંગ ફીરકી રૂ. 6400નો મુદ્દામાલ ઝડપી પાડયો છે. મહીસાગર એલસીબીએ બંને ગુન્હાઓની કોઠબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT