બમ બમ ભોલેના નાદ સાથે મહા શિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહા શિવરાત્રીનો મેળો. ભવનાથ વિસ્તારમાં ગરવા ગિરનારની ગોદમાં ધામધૂમથી ઉજવાય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આ મેળામાં ઉમટી પડે છે. અને દૂર દૂરથી દેશ-વિદેશથી સાધુ સંતો પણ આવી પહોંચ્યા છે અને ધૂણી ધખાવી શિવ આરાધના કરે છે. ત્યારે આજે ભવનાથ મંદિરમાં ધજારોહણ સાથે શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે.

સૌપ્રથમ મંદિરમાં જ આવેલ ભૈરવ દાદાને ધજા ચડાવી ત્યારબાદ ભવનાથ મંદિરના સહિતના સાધુ સંતો અને રાજકીય આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો તથા વહીવટી વિભાગ અને મનપાના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર પર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

ભવનાથ મંદિર ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે ધ્વજારોહણ થયું છે. ત્યારે જુના અખાડા આહવાન અખાડા અગ્નિ અખાડા અને ભારતીય આશ્રમ ખાતે ધ્વજારોહણ થયા બાદ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. તારીખ 15 થી 18 સુધી આ મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે. જેમાં મેળાની પૂર્ણાહુતી શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે સાધુ સંતોની ભવ્ય રવાડી નીકળશે જેમાં સાધુ સંતો અવનવા કરતબો કરશે. ભવનાથ વિસ્તારમાં આ રવાડી ફરી અને બાદમાં મંદિર ખાતે આવેલા મૃગીકુંડ ખાતે શાહી સ્નાન બાદ આ મેળો પૂર્ણ થશે. આમ ચાર દિવસનો મહાશિવરાત્રીનો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

ADVERTISEMENT

મીની બસો દોડાવાશે 
શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

સફારી પાર્ક બંધ રહેશે 
મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ) 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT