જૂનાગઢમાં બે મહિના પહેલા ઘરેથી ભાગેલા પરિણીત પ્રેમી-પ્રેમિકાની છકડામાંથી લાશ મળી
ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં સરકારી હોસ્પિટલ મજેવડી દરવાજા પાસે પ્રેમી યુગલની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના મેદાનમાં ખુલ્લા પડેલા છકડામાં પ્રેમી યુવક…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં સરકારી હોસ્પિટલ મજેવડી દરવાજા પાસે પ્રેમી યુગલની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના મેદાનમાં ખુલ્લા પડેલા છકડામાં પ્રેમી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. તાબડતોબ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતક પ્રેમી કપલની સ્થિતિ જોતા તેમણે આત્મહત્યા કરી છે કે પછી બંનેનું મર્ડર કરવામાં આવ્યું છે તે મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બંનેએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું
સરકારી હોસ્પિટલના ખુલ્લા મેદાનમાં છકડામાં લાશ તત્કાળ એ ડિવિઝન પોલીસ પહોંચી હતી. તપાસ કરતા બન્ને યુવક અને યુવતી માણાવદરના ભિંડીરાના હોવાનુ માલુમ પડ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બન્ને એ પહેલા ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો અને પછી ઝેરી દવા પી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
ADVERTISEMENT
બંને બે મહિના પહેલા ગામમાંથી ભાગી ગયા હતા
Dysp હિતેશ ધાંધલિયએ જણાવ્યા મુજબ, સરકારી હોસ્પિટલમાં મળી આવેલી બે શંકાસ્પદ લાશોની તપાસ કરતા બંને ભિંડોરાના હોવાનું માલુમ પડ્યું છે. ભિંડોરાનો રહેવાસી આ યુવક પરણિત હતો જ્યારે યુવતી અપરણિત હતી. યુવક બે બાળકોનો પિતા હતો અને છેલ્લા બે માસથી પ્રેમી યુગલ ફરાર હતું. 31મી ડિસેમ્બર 2022ના રોજ બન્ને ગામ છોડીને નાસી ગયા હતા. ત્યારે પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરાઇ હતી. હવે આ મામલો આત્મહત્યાનો છે કે ખૂનનો તે જાણવા અંગે પોલીસ ગામના લોકો, પરિવારના સભ્યો સહિત તમામની પૂછપરછ કરશે.
ADVERTISEMENT
મૃતક યુવકને બે બાળકોનો પિતા હતો
યુવકના ખિસ્સામાંથી મળી આવેલ આધાર કાર્ડના આધારે મૃતક યુવક રાજેશ પારધી હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે યુવતી અપરણિત છે. જે છકડામાં લાશ મળી આવી તેમાં ગેસનો ચુલો,ઘર વખરીનો સામાન તેમજ કપડાં છે. જોકે લાશ હોસ્પિટલના મેદાન સુધી કેમ પહોંચી? બંનેએ અહીં આવીને દવા પીધી હતી કે કેમ ? બંનેએ ક્યાં સંજોગોમાં આ પગલું ભર્યું તે મામલે પોલીસ કરી રહી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT