વેલેન્ટાઈન્સ ડે પર પ્રેમિકાની ક્રૂર હત્યા, લીવ-ઈન પાર્ટનરે યુવતીની હત્યા કરી ફ્રીઝમાં લાશના ટુકડા સંતાડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: વેલેન્ટાઈન્સ-ડે પર દિલ્હીમાં પ્રેમમાં ખૌફનાક ચહેરો સામે આવ્યો છે. વેલેન્ટાઈન્સ વીક દરમિયાન ટેડી ડેના દિવસે પ્રેમી કપલ વચ્ચે તકરાર બાદ મામલો એટલો વધી ગયો કે વાત મર્ડર સુધી પહોંચી ગઈ. દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના ફરી બની છે. 10 ફેબ્રુઆરીએ સાહિલ નામના યુવકે પોતાની પ્રેમિકા નિક્કીની હત્યા કરી નાખી, બાદમાં તેની બોડી છુપાવવા મિત્રાઉં ગામના એક ઢાબાના ફ્રીઝમાં મૂકી રાખી. યુવક લાશને ઠેકાણે લગાવે તે પહેલા જ તેની પોલ ખુલી ગઈ અને આરોપી સાહિલને પકડી લેવામાં આવ્યો.

કેમ કરી પ્રેમિકાની હત્યા?
મૃતક યુવતી મૂળ હરિયાણાના ઝજ્જરની રહેવાસી હતી અને પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરમાં રહેતી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતક નિક્કી લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. પરંતુ તેનો બોયફ્રેન્ડ બીજી મહિલા સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે તકરાર થઈ હતી. સૂત્રો મુજબ નિક્કીએ પહેલા જ કહ્યું હતું કે આરોપી યુવક બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરશે તો તે તેને ફસાવી દેશે. સમગ્ર મામલે હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં યુવતી જ્યાં જાય ત્યાં પાછળ પાછળ પ્રેમી પહોંચી જતો, શંકામાં ટુ-વ્હીલર ગેરેજમાં આપતા અંદરથી…

ADVERTISEMENT

ઢાબાના ફ્રીઝમાં લાશ સંતાડી હતી
સમગ્ર મામલે ADC વિક્રમ સિંહે જણાવ્યું કે, તેમને મંગળવારે સવારે સૂચના મળી હતી કે એક યુવતીની હત્યા કરીને તેના શબને ઢાબા પર સંતાડી દેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચીને શબને જપ્ત કર્યો છે. તપાસ બાદ આરોપી સાહિલ ગેહલોતને પકડી લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, આ પહેલા દિલ્હીમાં થયેલા શ્રદ્ધા મર્ડર કેસે સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. જેમાં શ્રદ્ધાના પ્રેમી આફતાબે જ તેના 35 ટુકડા કરીને તેને ફ્રીઝમાં મૂકી રાખ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. તે રોજ શ્રદ્ધાના શબના એક-એક ટુકડાને જંગલમાં ફેંકવા માટે જતો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT